AIDSની નવી રસી શરીરમાંથી HIVનું નામોનિશાન મીટાવી દીધું

વૉશિંગ્ટન, 13 સપ્ટેમ્બર : એઇડ્સની એક નવી રસીની શોધ કરવામાં આવી છે, જે શરીરમાંથી ઘાતક એચઆઇવીને સંપૂર્ણ રીતે ખતમ કરવામાં સક્ષમ હોઇ શકે છે. એક નવા સંશોધનમાં આ રાશી અંગે દાવો કરવામાં આવ્યો છે.

શોધકર્તાઓએ જણાવ્યું કે ઓરેજોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીમાં વિકસીત કરવામાં આવેલ એચઆઇવી એઇડ્સની આ નવી દવાએ વનમાનુષોમાં એઇડ્સ ફેલાવવાના તમામ વાયરસોના નિશાન અસરકારક રીતે દૂર કરવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું.

આ રસીનું પરીક્ષણ વનમાનુષોમાં મળતા એચઆઇવીની જેમ એક અન્ય વાયરસ એસઆઇવી પર કરવામાં આવી રહ્યું છે. એસઆઇવી વાંદરાઓમાં એઇડ્સનો ફેલાવો કરે છે. એવી આશા સેવવામાં આવી રહી છે કે એચઆઇવી માટે આવી રસીની તપાસ ટૂંક સમયમાં માનવો પર પણ કરવામાં આવશે.

hiv
ઓએચએસયૂ વેક્સીન એન્ડ જીન થેરેપી ઇન્સ્ટીટ્યૂટના સહાયક નિર્દેશક લૂઇસ પિકરે જણાવ્યું કે હજી સુધી એચઆઇવી સંક્રમણની સારવાર ખૂબ જ ઓછા કેસોમાં જ થઇ શકી છે, જેમાં એચઆઇવી સંક્રમિત વ્યક્તિને એન્ટી-વાયરલ દવા સંક્રમણના તુરંત બાદ આપવામાં આવી અથવા તેમણે કેંસર પર કાબૂ મેળવવા માટે સેલ ટ્રાંસપ્લાંટ કરાવ્યું હોય. પિકરે જણાવ્યું કે 'હાલની શોધથી માલૂમ પડે છે કે નવી રાશીથી પ્રાપ્ત પ્રતિરોધન ક્ષમતાની પ્રતિક્રિયાઓમાં શરીરમાંથી એચઆઇવી સંપૂર્ણ રીતે મટવાની પણ ક્ષમતા હોઇ શકે છે.'

પોતાના પરીક્ષણમાં પિકરે સાઇટોગેલોવાયરસ અથવા સીએમવીનો ઉપયોગ કર્યો. આ સાધારણ વાયરસ ખૂબ જ મોટી જનસંખ્યામાં મળી આવે છે. શોધકર્તાઓએ જાણ્યું કે સીએમવી અને એસઆઇવીનું મળી આવવું અગલ પ્રકારનો પ્રભાવ રાખે છે. 'ઇફેક્ટર મેમોરી'ના આ ટી સેલ એસઆઇવી સંક્રમિત કોશિકાઓને શોધવા અને તેને નષ્ટ કરવામાં સક્ષમ છે. આ અધ્યયન નેચર નામક પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X