For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડનું નવું વેરિઅન્ટ : ડેલ્ટા અને ઓમિક્રોનથી બન્યુ ડેલમિક્રોન, જાણો કેમ છે ખતરનાક?

હાલના દિવસોમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના ઘણા કેસ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ડેલ્મિક્રોનના નવા વેરિઅન્ટની ચર્ચા સાંભળવા મળી રહી છે. વાસ્તવમાં અમેરિકા અને યુરોપના દેશોમાં સ્થિતિ બગડી રહી છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બે વર્ષમાં કોરોનાના ઘણા પ્રકાર જોવા મળ્યા. આવા સમયે હાલના દિવસોમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના ઘણા કેસ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ડેલ્મિક્રોનના નવા વેરિઅન્ટની ચર્ચા સાંભળવા મળી રહી છે. વાસ્તવમાં અમેરિકા અને યુરોપના દેશોમાં સ્થિતિ બગડી રહી છે અને એવું માનવામાં આવે છે કે, ત્યાં 'ડેલ્મિક્રોન વેવ' ચાલી રહી છે. ભારતમાં પણ તેના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે.

સુનામી ડેલ્મિક્રોન લહેર કરતા નાની

સુનામી ડેલ્મિક્રોન લહેર કરતા નાની

કેટલાક નિષ્ણાતો આ લહેરને ડેલ્મિક્રોન વેવ કહી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારના ટાસ્ક ફોર્સના સભ્ય શશાંક જોશી કહે છે કે, યુએસ અને યુરોપમાં ડેલમિક્રોન (ડેલ્ટા અનેઓમિક્રોન સ્પાઇક)ના કારણે કેસોની નાની સુનામી છે.

તેમણે કહ્યું કે, ભારતમાં ઓમિક્રોનની અસર પડશે કે, કેમ અને કેવી રીતે થશે તે જોવાનું બાકી છે. ડેલ્ટા વેરિઅન્ટભારતમાં વ્યાપકપણે ફેલાયેલું હતું, હાલમાં તે દેશમાં પણ હાજર છે.

વિશ્વના અન્ય ભાગોમાં ઓમિક્રોન દ્વારા ડેલ્ટાનું સ્થાન લેવામાં આવી રહ્યું છે, પરંતુ ડેલ્ટા ડેરિવેટિવ્ઝઅને ઓમિક્રોન પર શું અસર થશે, તે હજૂ સુધી જાણી શકાયું નથી.

R નોટ વેલ્યુ વધારી રહી છે ચિંતા

R નોટ વેલ્યુ વધારી રહી છે ચિંતા

જેમ જેમ ઓમિક્રોન અને ડેલ્ટાના કેસ સતત વધી રહ્યા છે, તેમ આર નોટ વેલ્યુ પણ વધી રહી છે. ભારતમાં પણ આ મૂલ્ય ઘણા રાજ્યોમાં 0.89ને વટાવી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, આર નોટ વેલ્યુ તમને જણાવે છે કે, વાયરસથી સંક્રમિત એક વ્યક્તિ દ્વારા સરેરાશ કેટલા સ્વસ્થ લોકો બીમાર થઈ શકે છે. જો આ મૂલ્ય વધશે તોસ્પષ્ટ છે કે, કોરોનાના કેસ પણ ઝડપથી વધશે અને તેના કારણે કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઓમિક્રોનથી ડેલ્મિક્રોન કેટલું અલગ છે

ઓમિક્રોનથી ડેલ્મિક્રોન કેટલું અલગ છે

ઓમિક્રોન એ SARS CoV 2 નું અત્યંત પરિવર્તિત B.1.1.1.529 સ્વરૂપ છે, જે સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં શોધાયું હતું. આ પ્રકાર ઝડપથી ફેલાય છે અને હાલમાંડેલ્ટા કરતાં હળવા લક્ષણો દર્શાવે છે.

ડેલ્ટા વેરિઅન્ટ કરતાં મૃત્યુદર પણ ઓછો છે, જ્યારે ડેલ્મિક્રોન એ ડેલ્ટા અને ઓમાઈક્રોનના મિશ્રણનું પરિણામ છે, જે મૂળભૂત રીતેવેરિઅન્ટની ટ્વીન સ્પાઈક છે.

English summary
New variant of Covid : Delmicron made from Delta and Omicron, know why it is so dangerous?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X