For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

17th June: એક કાર્યક્રમમાં સન્ની લિયોને જયપુરમાં વિખેર્યા જલવા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 જૂન: સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના નવા મહિલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ જળ સંપત્તિ મંત્રી ઉમા ભારતી સાથે મુલાકાત કરવાના છે. કહેવાય છે કે આનંદીબેન આ મુલાકાત સરદાર સરોવર ડેમના વિવાદિત મુદ્દાના સંદર્ભમાં કરી રહ્યા હોવાનું મનાય છે.

અન્ય સમાચારો પર નજર કરીએ તો ઇરાકમાં હાલમાં પરિસ્થિતિ ખૂબ જ વણસી રહી છે. ઉગ્રવાદીઓએ ઇરાકના ઘણા શહેરોમાં હિંસા ફેલાવીને પોતાનો કબ્જો જમાવી લીધો છે. ઇરાક માટે આ મોટું સંકટ છે જેની વિશ્વના તમામ દેશો નિંદા કરી રહ્યા છે. ઇરાકના ઘણા વિસ્તારોમાં કેટલાંક ભારતીયો પણ ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

આ ઉપરાંત અરુણ જેટલીએ એવી સલાહ આપી છે કે અનાજની સાચવણી કરવામાં આવે અને તેને વેડફવામાં ના આવે જેથી નબળા વરસાદની સ્થિતિમાં તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય, અને અછત જેવી સ્થિતિમાં પહોંચી વળાય.

વધુ સમાચાર જુઓ સ્લાઇડરમાં...

ઇરાકમાં ઉગ્રવાદી હિંસા, ભારતીયો ફસાયા

ઇરાકમાં ઉગ્રવાદી હિંસા, ભારતીયો ફસાયા

ઇરાકમાં હાલમાં પરિસ્થિતિ ખૂબ જ વણસી રહી છે. ઉગ્રવાદીઓએ ઇરાકના ઘણા શહેરોમાં હિંસા ફેલાવીને પોતાનો કબ્જો જમાવી લીધો છે. ઇરાક માટે આ મોટું સંકટ છે જેની વિશ્વના તમામ દેશો નિંદા કરી રહ્યા છે. ઇરાકના ઘણા વિસ્તારોમાં કેટલાંક ભારતીયો પણ ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

આનંદીબેન મળશે ઉમા ભારતીને

આનંદીબેન મળશે ઉમા ભારતીને

ગુજરાતના નવા મહિલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ જળ સંપત્તિ મંત્રી ઉમા ભારતી સાથે મુલાકાત કરવાના છે. કહેવાય છે કે આનંદીબેન આ મુલાકાત સરદાર સરોવર ડેમના વિવાદિત મુદ્દાના સંદર્ભમાં કરી રહ્યા હોવાનું મનાય છે.

પાંચ રાજ્યોના રાજ્યપાલોને બદલશે મોદી સરકાર

પાંચ રાજ્યોના રાજ્યપાલોને બદલશે મોદી સરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર પાંચ રાજ્યોમાં રાજ્યપાલને બદલવાનો વિચાર કરી રહ્યા છે. આ રાજ્યપાલોની નિમણૂંક યૂપીએ સરકારમાં થઇ હતી. મીડિયા રિપોર્ટો અનુસાર કેન્દ્રની નવી સરકાર કેરળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલોને બદલવા પર વિચાર કરી રહી છે.

રાજનાથે માંગ્યા અંગત સચિવ, પીએમઓએ કહ્યું ના

રાજનાથે માંગ્યા અંગત સચિવ, પીએમઓએ કહ્યું ના

નરેન્દ્ર મોદી સરકારમાં ત્રણ મંત્રીઓના અંગત સચિવોની નિયુક્તિ પર પીએમઓએ રોક લગાવી દીધી છે. પીએમઓએ ગૃહમંત્રી રાજનાથ સિંહ ઉપરાંત રાજ્યમંત્રી વીકે સિંહ અને કિરન રિજેજુના અંગત સચિવોની નિયુક્તિને હરી ઝંડી આપી નથી.

અડવાણી મળ્યા યશવંત સિન્હાને

અડવાણી મળ્યા યશવંત સિન્હાને

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આજે યશવંત સિન્હાની ઝારખંડ જેલમાં મુલાકાત કરી હતી.

રાજ્યપાલોએ રાજીનામુ આપવું જોઇએ

રાજ્યપાલોએ રાજીનામુ આપવું જોઇએ

ભાજપના સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે એ રાજ્યપાલોએ પોતાની જાતે રાજીનામુ ધરી દેવું જોઇએ જેમની નિમણૂંક સોનિયા ગાંધીએ કોઇપણ મેરિટ વગર કરી હતી.

રેલવે ભાડમાં તોળાતો 10 ટકાનો વધારો

રેલવે ભાડમાં તોળાતો 10 ટકાનો વધારો

ભારતીય રેલવેની નબળી સ્થિતિને સુધારવા માટે વર્ષ 2014-15ના રેલવે બજેટમાં મુસાફરી ભાડામાં 10 ટકાનો વધારો થવાની સંભાવના છે. નોંધનીય છે કે નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'અચ્છે દિન' પાછા લાવવાનું વચન આપ્યું છે. આ વચનની પૂર્તિ માટે તેમણે કેટલાક કડક આર્થિક નિર્ણયો માટે તૈયાર રહેવા ભારતની જનતાને જણાવ્યું હતું. રેલવેના મુસાફરી ભાડામાં વધારો આકરા નિર્ણયો પૈકી એક હશે.

કેદારનાથ પીડિતોને શ્રદ્ધાંજલિ

કેદારનાથ પીડિતોને શ્રદ્ધાંજલિ

કેદારનાથ પીડિતોને શ્રદ્ધાંજલિ આપતા આરએસએસ નેતા સુરેશ જોશી અને ભાજપના નેતા મુરલી મનોહર જોશી.

ઉમા ભારતી

ઉમા ભારતી

કેદારનાથ પીડિતોને શ્રદ્ધાંજલિ આપતા કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી ઉમા ભારતીએ વૃક્ષ વાવણી કરી હતી.

નીતિન ગડકરી

નીતિન ગડકરી

કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીમાં ઇ-રિક્ષાચાલકોને સંબોધ્યા હતા.

મિરઝાપુર

મિરઝાપુર

વિંદ્યાચળમાં બાઇકોને અને દુકાનોને આગ લગાવી દેવામાં આવી હતી.

બિગ બી ઇન બીએસઇ

બિગ બી ઇન બીએસઇ

બિગ બીએ પોતાના ટીવી શોના પ્રમોશન માટે બીએસઇમાં બેલ વગાડી હતી.

બિગ બી ઇન બીએસઇ

બિગ બી ઇન બીએસઇ

બિગ બીએ બીએસઇ ખાતે સાંઢના સિંગળા પકડી લીધા હતા.

જયપુરમાં સન્ની લિયોનના જલવા

જયપુરમાં સન્ની લિયોનના જલવા

એક કાર્યક્રમ દરમિયાન જયપુરમાં સન્ની લિયોને જલવા વિખેર્યા હતા.

ભારત માત્ર 105 રનમાં ઓલઆઉટ

ભારત માત્ર 105 રનમાં ઓલઆઉટ

બાંગ્લાદેશમાં રમાઇ રહેલી વનડે મેચમાં આજે ભારતીય ધુરંધરો તસ્કિન અહમદ સામે પાંગળા સાબિત થયા હતા. તસ્કિને પાંચ વિકેટ ઝડપી ટીમ ઇન્ડિયાને સસ્તામાં પેવેલિયન ભેગી કરી દીધી. ભારતના સાત બેટ્સમેન બેકી અંકમાં ના પહોંચી શક્યા. ભારત માત્ર 105 રનમાં ઓલઆઉટ થઇ ગયું.

તમામ કોંગ્રેસી રાજ્યપાલ છોડશે પદ, ત્રણનું રાજીનામુ

તમામ કોંગ્રેસી રાજ્યપાલ છોડશે પદ, ત્રણનું રાજીનામુ

કેન્દ્ર સરકારમાં સત્તા પરિવર્તનના કેટલાંક દિવસો બાદ હવે રાજ્યપાલે પોતાના પદથી રાજીનામુ આપવાનું શરૂ કરી દીધું છે. મંગળવારે ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને અસમના રાજ્યપાલોએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું. સૌથી પહેલા રાજીનામુ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બીએલ જોશીએ આપ્યું. થોડા સમય બાદ કર્ણાટકના રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજ અને અસમના રાજ્યપાલ જપી પટનાયકે પોતાનું રાજીનામુ રાષ્ટ્રપતિને મોકલી આપ્યું.

English summary
News Of 17th June: Anandiben patel set to meet Uma Bharati and other news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X