• search

9th June: ટ્રેનમાં પાણી ના મળતા મોહમંદ અજરુદ્દીનનું મોત!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  નવી દિલ્હી, 9 જૂન: દેહરાદૂનના ચર્ચિત રણવીર નકલી એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે સજાની જાહેરાત કરી દીધી છે. 17 પોલીસકર્મીઓને જનમટીપની સજા સંભળાવવામાં આવી છે. શનિવારે દોષિયોની સજા પર ચર્ચા સમાપ્ત થઇ ગઇ હતી. સીબીઆઇએ તેમને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. કોર્ટે શુક્રવારે આ પોલીસકર્મીઓને હત્યા અને અપરાધિક ષડયંત્રની ધારા અંતર્ગત દોષી ઠેરવવામાં આવ્યા છે.

  સીબીઆઇ કોર્ટે કેસની તપાસ કરી રહેલી સીબીઆઇની એ દલિલને સાચી માની કે એક ષડયંત્ર અંતર્ગત ઉત્તરાખંડ પોલીસના 18 પોલીસકર્મીએ એક નકલી એન્કાઉન્ટરને અંજામ આપ્યું. એટલું નહીં પૂરાવા છૂપાવવાની કોશીશ પણ કરવામાં આવી. તેમાં 2 ઇંસ્પેક્ટર, 4 સબ ઇંસ્પેક્ટર અને 12 કોંસ્ટેબલનો સમાવેશ થાય છે. લગભગ 5 વર્ષ સુધી આ મામલે સુનાવણી થઇ હતી.

  સજા પર ચર્ચા દરમિયાન સીબીઆઇએ દોષિઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી, જ્યારે તેમના પરિવારજનોએ કોર્ટને સજામાં નરમાઇ રાખવાની અપિલ કરી હતી. આ પહેલા કોર્ટે પોતાના આદેશમાં 7 પોલીસને સીધી રીતે હત્યાના દોષી માન્યા હતા, જ્યારે 10 પોલીસકર્મીઓને હત્યા અને અપહરણનું કાવતરુ રચવા જ્યારે 1 પોલીસવાળાને સરકારી દસ્તાવેજ સાથે છેડછાડ કરવાનો આરોપ લાગ્યો હતો.

  આ ઉપરાંત આજના સમાચારોમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંસદ ભવનમાં વડાપ્રધાનના એજન્ડાને રજૂ કર્યો હતો. પાકિસ્તાની તાલિબાનીઓ કરાંચી એરપોર્ટ પર હુમલો કર્યો છે જેમાં અત્યાર સુધી મળી રહેલા સમાચાર અનુસાર 26 લોકોના મોત થયા છે.

  આજના મહત્વના સમાચાર જુઓ સ્લાઇડરમાં...

  રાષ્ટ્રપતિએ રાખ્યો વડાપ્રધાનનો એજન્ડા

  રાષ્ટ્રપતિએ રાખ્યો વડાપ્રધાનનો એજન્ડા

  આજે સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશની સામે મોદી સરકારનો ભવિષ્યનો રોડમેપ રાખ્યો. સરકારના એજન્ડામાં સબકા સાથ, સબકા વિકાસ તરીકે દરેકને કામ આપવાનું વચન આપવામાં આવ્યું છે. જ્યારે મહિલાઓને 33 ટકા અનામત આપવાની વાત કરવામાં આવી છે.

  કરાંચી એરપોર્ટ પર આતંકવાદી હુમલો

  કરાંચી એરપોર્ટ પર આતંકવાદી હુમલો

  પાકિસ્તાનના કરાંચી શહેરમાં આવેલા જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટના જૂના ટર્મનિલ પર રવિવારે રાત્રે આતંકવાદીઓએ મુંબઇનો 26/11 જેવો ખતરનાક હુમલો કર્યો છે. આ હુમલામાં 10 આતંકવાદીઓ અને 4 સુરક્ષા જવાનો સહિત અંદાજે 26 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

  હિમાચલમાં 24 શિક્ષકો-વિદ્યાર્થીઓ તણાયા

  હિમાચલમાં 24 શિક્ષકો-વિદ્યાર્થીઓ તણાયા

  હિમાચલના મંડી જિલ્લામાં રવિવારે પાણીનો પ્રવાહ વધવાથી 24 છાત્રો વ્યાસ નદીમાં તણાઇ ગયા હોવાના અહેવાલ છે, ગઇ રાતથી ચાલી રહેલા અભિયાનમાં અત્યારસુધીમાં બે મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે અન્યોની શોધખોળ ચાલી રહી છે. તમામ છાત્રો હૈદરાબાદની એક એન્જીનિયરિંગ કોલેજના હતા. છાત્રો અહી ફરવા માટે આવ્યા હતા, ત્યારે ઔટ નજીક લાર્જી ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવ્યું હતું, જેમાં આ છાત્રો તણાઇ ગયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. લોકોએ કુલુ-મનાલી હાઇવે જામ કરી દીધો છે.

  સ્મૃતિ ઇરાની પહોંચી હિમાચલ

  સ્મૃતિ ઇરાની પહોંચી હિમાચલ

  હૈદરાબાદના 24 વિદ્યાર્થીઓના વ્યાસ નદીમાં તણાઇ જવાની ઘટનાના પગલે માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાની અત્રે આવી પહોંચી હતી. તેમણે જણાવ્યું કે હજી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, સંશોધન કરવામાં આવી રહ્યું છે કે આખરે ભૂલ કોની હતી. પરંતુ આટલા બાળકોનું મોત એક દુ:ખદ ઘટના છે. હું આશા રાખું છું કે મારે હિમાચલ પ્રદેશ ફરી ક્યારેય આવી ઘટનાના પગલે ના આવું પડે.

  કરાચી એરપોર્ટ હુમલા પાછળ નરેન્દ્ર મોદીનો હાથ: હાફિઝ સઇદ

  કરાચી એરપોર્ટ હુમલા પાછળ નરેન્દ્ર મોદીનો હાથ: હાફિઝ સઇદ

  જમાત-ઉદ-દાવાના ચીફ અને 26/11 મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદે પાકિસ્તાનમાં કરાચી શહેરના ઝિણ્ણા ઇંટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલા માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા છે. ભારતની વિરુધ્ધ એકવાર ફરી ઝહેર ઓકતા હાફિઝ સઇદે જણાવ્યું કે આ હુમલાની પાછળ અમારા દુશ્મન ભારત અને તેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ છે.

  ટ્રેનમાં પાણી ના મળતા 'મોહમંદ અજરુદ્દીન'નું મોત

  ટ્રેનમાં પાણી ના મળતા 'મોહમંદ અજરુદ્દીન'નું મોત

  ઉત્તર પ્રદેશમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક ખેલાડીનું મોત થયું છે. અધિકારીએ જણાવ્યું કે તેના ડબ્બામાં પાણી ન્હોતું. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ઘટના રવિવારે જમ્મુ-ટાટાનગર મુરી એક્સપ્રેસના એસ-7 ડબ્બામાં થઇ મોહમંદ અજરુદ્દીનનું તરસ લાગવાથી મોત થઇ ગયું. આ ઘટના અલ્હાબાદ અને મિર્જાપુર રેલવે સ્ટેશનની વચ્ચે થઇ.

  કેમ્પા કોલા રહેવાસીઓના પડખે આવ્યા લત્તા મંગેશકર

  કેમ્પા કોલા રહેવાસીઓના પડખે આવ્યા લત્તા મંગેશકર

  મુંબઇમાં વિવાદી બિલ્ડીંગ કેમ્પાકોલાને પાડી નાખવાના કોર્ટના નિર્દેશ બાદ સ્વર સામ્રાજ્ઞી લત્તા મંગેશકર રહેવાસીઓના પડખે આવ્યા છે, તેમણે જણાવ્યુ છે કે બિલ્ડરના કારણે રહેવાસીઓને શું કામ સજા થાય.

  યુપીમાં ગરમીના કારણે 17 લોકોના મોત

  યુપીમાં ગરમીના કારણે 17 લોકોના મોત

  ગરમીએ હાહાકાર મચાવી દીધો છે. ઉત્તર પ્રદેશમાં ગરમીના કારણે 17 લોકોના મોત થયા છે.

  સેંસેક્સ 25 હજારને પાર

  સેંસેક્સ 25 હજારને પાર

  આજે સેંસેક્સમાં તેજીનો માહોલ જોવા મળ્યો. સેંસેક્સ 183.75 અંકોના વધારા સાથે 25,580.21 પર અને નિફ્ટિ 71.20 અંકોના વધારા સાથે 7654.60ના રેકોર્ડ સ્તર પર બંધ રહ્યો.

  English summary
  News of 9th June: In the biggest ever conviction of police personnel in a fake encounter case the court will declare sentence to convicted.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more