For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News in Brief(August 1): ફરી થયો ગેંગરેપ, BJP નેતાના પુત્ર પર આરોપ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 ઑગસ્ટ: અમેરિકાના વિદેશ મંત્રી જ્હૉન કેરી હાલમાં ભારત પ્રવાસે આવેલા છે. તેમણે ગઇકાલે ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. જ્હૉન કેરી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. મોદીના વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અમેરિકાનું ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળ ભારતની મુલાકાતે આવેલું છે.

વધુ સમાચાર અપડેટ માટે આ પેજને રિફ્રેશ કરતા રહો...

06.20pm : છેલ્લા એક સપ્તાહથી સારા વરસાદને પગલે ગુજરાતમાં 61.62 ટકા વાવેતર થઇ ચૂક્યું છે. રાજ્યમાં બે મોટો ખરીફ પાક રૂમાં 95 ટકા અને મગફળીમાં 77 ટકા વાવેતર થયું છે.

05.22 pm : ગુજરાતમાં નેશનલ સિકયોરિટી ગાર્ડ (NSG - એનએસજી)ના પ્રાદેશિક એકમ માટે કોબા-ગાંધીનગર હાઈવે ઉપર આવેલા રાંદેસણ ગામની સરકારી જમીન ઉપર પસંદગી ઉતારવામાં આવે તેવી શકયતા છે. એનએસજીને આશરે 40 એકરની જમીનની જરૂર છે અને અહીં 41 એકર સરકારી જમીન ઉપલબ્‍ધ છે.

scandal

ફરી થયો ગેંગરેપ, BJP નેતાના પુત્ર પર આરોપ

4.30pm: ભદોહી: ભદોહીના પૂર્વ બીએસપી સાંસદ અને હવે ભાજપના નેતા ગોરખનાથ પાંડેના પુત્ર આનંદ પાંડે પર પોતાના ત્રણ સાથીઓ સાથે મળીને એક કિશોર છોકરી સાથે રેપનો આરોપ લાગ્યો છે. ગેંગરેપની આ ઘટના ભદોહીના કોઇરૌના વિસ્તારમાં ઘટી છે. પોલીસે આનંદ પાંડે અને તેના ત્રણ સાથી પર કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દિધી છે.

સુબ્રત રોયને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, તિહાડમાં કોંફ્રેસ રૂમની પરવાનગી
4.20pm:
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે તિહાડ જેલમાં બંધ સહારા ગ્રુપના પ્રમુખ સુબ્રત રોયને મોટી રાહત આપી. સુપ્રીમ કોર્ટે સુબ્રત રોયને તિહાડ જેલમાં કોંફ્રેસ રૂમની પરવાનગી આપી છે. સુબ્રત રોયને હએ જેલમાં સવારે છ વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી લેપટોપ અને વાઇ-ફાઇની સુવિધા મળી. કોર્ટે સુબ્રત રોયને પોતાની સંપત્તિ વેચવા માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો છે.

4.00pm: ક્રોમાએ લોન્ચ કર્યું 8 ઇંચનું એંડ્રોઇડ ટેબલેટ
રિટેલ બજારની દિગ્ગજ કંપનીઓમાંની એક ક્રોમાએ ભારતીય બજારમાં બે નવા ટેબ લોન્ચ કર્યા છે, 8 ઇંચ અને 10.2 ઇંચ સ્ક્રીન સાઇઝના ટેબને વિંડો 8.1ની સાથે બજારમાં ઉતાર્યું છે. જેમાં ક્રોમા 1179 ટેબની કિંમત- 13,990 રૂપિયા અને ક્રોમા 1177 2ઇન 1ને 21,990 રૂપિયામાં ઉતારવામાં આવ્યું છે.

વધુ વાંચવા માટે અત્રે ક્લિક કરો...વધુ વાંચવા માટે અત્રે ક્લિક કરો...

3.50 pm : ઇઝરાઇલ અને ઇસ્લામિક હમાસ આંદોલનની વચ્ચે ગાઝા પટ્ટીમાં ત્રણ દિવસનો માનવીય સંઘર્ષ-વિરામ શુક્રવારે સવારે લાગુ કરવામાં આવશે. બંને પક્ષ આ સંઘર્ષ-વિરામ માટે કોઇ શરત વગર શહમત થયા છે.

3.45pm : બાંગ્લાદેશમાં ઝેનૈદા જિલ્લામાં શુક્રવારે એક રેલવે ક્રોસિંગ પર રેલગાડી અને બસની વચ્ચે થયેલી ટક્કરમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થઇ ગયા અને 50 લોકો ઘાયલ થયા છે.

stock-market

3.25pm : આજે શેરબજારમાં મંદીની ચાલી જોવા મળી હતી. સવારે રેડ ઝોનમાં રહેલું માર્કેટ બંધ પણ રેડ ઝોનમાં થયું હતું. BSE સેન્સેક્સ 429.02 પોઈન્ટ ઘટીને 25,465.95 પોઈન્ટની સપાટી પર જ્યારે NSE નિફ્ટી 119.95 પોઈન્ટ ઘટીને 7,601.35 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

2.45pm : ભારતીય હવાઇ દળ (ઇન્ડિયન એરફોર્સ - IAF)નું એક જગુઆર કોમ્બેટ એરક્રાફ્ટ કચ્છ જિલ્લાના બિબ્બર ગામ પાસે ક્રેશ થયું છે. ભુજ એર બેઝની રૂટિન ચક્કર લગાવવા નીકળેલા એરક્રાફ્ટનો પાઇલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો છે.

2.25pm : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વાર્ષિક ૯ ટકાના દરે કોલ રેટ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. ટ્રાઇના ચેરમને રાહુલ ખુલ્લના જણાવ્યા પ્રમાણે ટેલિકોમ કંપનીઓ ફ્રી મિનિટમાં કાપ મુકતા ૮થી ૯ ટકાના દરે કોલ રેટમાં વધારો થઈ શકે છે.

2.12pm : ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 4 પછી બાળકોને અંગ્રેજી અને હિન્દી ભણાવવામાં આવે છે. હવે સરકારી શિક્ષણ કમિટીએ આ વિષયો ધોરણ 1થી જ ભણાવવાની ભલામણ કરતા રાજ્ય સરકારે તેની વિચારણા હાથ ધરી છે.

1.30pm : ગુજરાતની સ્વનિર્ભર એન્જિનીયરિંગ કોલેજોમાં 10થી 15 ટકા ફી વધારો થશે. ગુજરાતની અંદાજે 550 જેટલી સ્વનિર્ભર ઈજનેરી ટેક્નિકલ કોલેજોમાં વર્ષ 2014-15ના નવા એકેડેમિક વર્ષથી ફીનું નવું માળખું અમલી બનશે અને 2017-18ના વર્ષ સુધી અમલી રહેશે. પ્રિમીયર એન્જિનિયરિંગ કોલેજોમાં વાર્ષિક ફી રૂપિયા એક લાખથી દોઢ લાખ સુધી થવાની શક્યતા છે. આ ફી વધારાની અસર એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ, એમસીએ, ડિપ્લોમાના અભ્યાસક્રમો, આર્કિટેક્ચર અને પી.જી. પ્રોગ્રામના 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓને થશે.

જમ્મૂ-કાશ્મીર: કુપવાડામાં થયેલી મુઠભેડમાં બે આતંકી ઠાર માર્યા

01.10pm :

શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાના નજીક કૈરન સેક્ટરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે પીઓકેમાં ઘુસવાનો પ્રયત્ન કરી રહેલા આતંકવાદીઓ સાથે સુરક્ષાબળોની આખી રાત ચાલેલ મુઠભેડમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. રક્ષા પ્રવક્તાએ કહ્યું કે સેનાને ઉગ્રવાદીઓની ગતિવિધીઓ વિશે સૂચના મળી હતી. ત્યારબાદ સેનાએ કુપવાડા જિલ્લાના કૈરન સેક્ટરમાં કાલે એક અભિયાન ચલાવ્યું અને બે ઉગ્રવાદીઓને ઠાર માર્યા.

12.10pm :

મોડાસા પાસે આવેલા ગાખરવાડા ગામ નજીક મેશ્વો નદીના કાંઠે આવેલા એક શિવમંદિરમાં કોઇ અજાણ્યા શખ્સે માતા પાર્વતીની મૂર્તિને ખંડિત કરી તેના બે ટુકડા કરી દીધા હતા. ગુજરાતમાં આ પ્રકારનો બીજો બનાવ છે. બે દિવસ પહેલા ઇદના દિવસે ઇડરિયા ગઢમાં આવેલા દુધેશ્વર મહાદેવના મંદિરમાં પણ પાર્વતીજી અને નંદીની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી.

12.06 pm: તાઇવાનના કાઓશિઉંગ શહેરમાં ગુરુવારે ગેસ લીક થવાના કારણે વિસ્ફોટમાં પાંચ ફાયર બ્રિગેડના અધિકારીઓ સહિત 15 લોકોના મોત થઇ ગયા, અને 233 અન્ય ઘાયલ થઇ ગયા. સમાચાર એજેન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર કાઓશિઉંગના મેયર ચેન ચૂએ જણાવ્યું કે હાલના દશકમાં આ પ્રકારની ખૂબ જ ખરાબ દુર્ઘટના છે. વધુ વાંચવા માટે અત્રે ક્લિક કરો...

12.00 pm : પાકિસ્તાનમાં સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ કિક રિલીઝ થઇ ચૂકી છે. કરાચીમાં કિક રિલીઝ કરવા પર કેટલાંક અજાણ્યા લોકોએ સિનેમાહોલ પર હાથબોમ્બ ફેંક્યો, જેમાં ઓછામાં ઓછા 2 લોકો ઘાયલ થઇ ગયા છે. વધુ વાંચવા માટે અત્રે ક્લિક કરો...

11.50am :

ગુરુવારે ગુજરાત હાઇકોર્ટે સિટ દ્વારા કરવામાં આવેલી માયાબેન કોડનાનીને જામીન આપવાના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી છે

11.30am :

જાણીતા ગુજરાતી કથાકાર મોરારી બાપુ 3 ઓગસ્ટ, 2014ના રોજ પાંચમા વાર્ષિક તુલસી એવોર્ડમાં પાંચ કથાકારોને તુલસી એવોર્ડ આપશે. જેમાં આચાર્ય રામરંગજી (દિલ્હી), ભોલેનાથ કિંકારજી મહારાજ (બિહાર), રામાયણજી (અયોધ્યા), સ્વામી પ્રજ્ઞાભારતીગિરીજી મહારાજ (જોધપુર) અને રામમંગલદાસજી (અયોધ્યા)નો સમાવેશ થાય છે.

11.20am :

ગાંધીનગરમાં બંધાઇ રહેલા અને પ્રથમ તબક્કો પૂર્ણ થયેલા ગિફ્ટ સિટિ (Gujarat International Finance Tec-City - GIFT City)ને સિસ્કો ટેકનોલોજી એવોર્ડ 2014માં 'સ્માર્ટ સિટી ઓફ ધ ફ્યુચર' એવોર્ડ મળ્યો છે.

11.17am :

ગુજરાત સરકારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત શહેર માટે 10 ટાઉન પ્લાનિંગ (ટીપી - TP) સ્કીમને મંજુરી આપી છે. જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ નવા રસ્તા, ગટર લાઇન વગેરે પ્રાથમિક સુવિધાઓ માટે કામ કરી શકશે.

10.53am :

અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભવન ખાતે મળેલી ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારોની બેઠકમાં પક્ષને આગળ લાવવા 6 ખરડા પસાર કરાયા છે

10.47am :

ગુજરાત ઇ-ગવર્નન્સની સફળતાપૂર્વક કામગીરી બાદ એમ-ગવર્નન્સ એટલે કે મોબાઇલ ગવર્નન્સ તરફ આગળ વધવા માંગે છે. ગુજરાતમાં 90 ટકા વસતી પાસે મોબાઇલ હોવાને કારણે એમ-ગવર્નન્સને સફળતા મળે તે માટે મહાત્મા મંદિરમાં 31મી જુલાઇએ એક દિવસનો સેમિનાર યોજાયો હતો.

10.35am :

ગુજરાતમાં ઓગસ્ટ મહિનાનું પ્રથમ પખવાડિયું મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવાશે. જેમાં દરેક દિવસે મહિલા વિકાસ અને સશક્તિ કરણના વિવિધ કાર્યક્રમો યોજાશે.

10.22am :

જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ આજે નાવ મેયરની જાહેરાત થશે. જૂનાગઢ મનપાના કમિશનરે આજે મેટર અને ડેપ્યુટી મેટરની ચૂંટણી માટે બોર્ડ મીટિંગ બોલાવી છે.

દિલ્હીમાં 9 વર્ષની બાળકી સાથે બળાત્કાર

10.15am:

દિલ્હીમાં 9 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દુષ્કર્મનો આરોપ પડોશી યુવક પર લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી લલચાવી ફોસલાવી બાળકીને પોતાનો શિકાર બનાવી . બાળકીને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે. યુવકને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે.

10.11am :

આંતરરાષ્ટ્રીય બજારમાં નાયમેક્સ પર કાચા તેલનો ભાવ 98 ડોલરની નીચી સપાટીએ પહોંચી ગયો છે. જયારે બ્રેન્ટ ક્રુડનો ભાવ પણ 106 ડોલરની આસપાસ જોવા મળી રહ્યો છે. આ સપ્તાહમાં ક્રુડમાં આશરે 4.1% જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

મધરાત્રિથી પેટ્રોલ 1.09 રૂપિયા સસ્તુ, ડીઝલ 50 પૈસા થયું મોંઘુ

10.10am:

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ગત એક પખવાડિયા દરમિયાન ભાવ ઘટતાં ઓઇલ કંપનીઓએ મધરાત્રિથી પેટ્રોલના ભાવ 1.09 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી દિધા. જો કે નુકસાન ઓછું કરવા માટે ડીઝલના ભાવમાં માસિક વૃદ્ધિ ચાલુ રાખતાં ભાવ 50 પૈસા પ્રતિ લીટર વધારી દિધા છે.

10.03am :

એસોચેમના અહેવાલ અનુસાર વર્ષ 2004
થી 2013 દરમિયાન માથા દીઠ આવકમાં 8.2 ટકાની વૃદ્ધિ સાથે ગુજરાત ટોચ પર રહ્યું છે. જ્યારે મહારાષ્ટ્ર 7.2 ટકા સાથે બીજા ક્રમે અને 6.9 ટકા સાથે હરિયાણા ત્રીજા ક્રમે છે.

09.55am :

તિહાર જેલમાં બંધ છેલ્લા 5 મહિનાથી બંધ
સહારા ગ્રૂપના વડા સુબ્રતો રોયને ટૂંક સમયમાં જેલના પરિસરમાં આવેલા કોન્ફરન્સ રૂમમાં રહીને સવારે 6થી સાંજના 8 વાગ્યા દરમિયાન સોદા કરવાની છૂટ મળી શકે છે. આમ થવાથી તેઓ વિદેશમાં આવેલી ત્રણ હોટેલ પ્રોપર્ટીના વેચાણ માટે વાટાઘાટ શરૂ કરી શકશે.

9:45am:

તાઇવાનના કાઓશિઉંગ શહેરમાં ગુરુવારે ગેસ લીક થવાના કારણે વિસ્ફોટમાં પાંચ ફાયર બ્રિગેડના જવાનો સહિત 15 લોકોના મોત થઇ ગયા અને 233 અન્ય ઘાયલ થઇ ગયા.

09.40am : સુરતની એપીએમસી માર્કેટ રાજ્‍યનું પ્રથમ એવુ માર્કેટ બનશે જ્‍યાંથી ઘરે બેઠા ઓનલાઈન શાકભાજી મંગાવી શકાશે. આ ઓનલાઇન સેવા દ્વારા આપવામાં આવેલા ઓર્ડર માટે કોઈ પણ પ્રકારનો હોમ ડિલીવરી ચાર્જ લેવામાં આવશે નહિ. આ સેવા 2 ઓગસ્ટ, 2014થી શરૂ થશે.

9:35am: મહારાષ્ટ્રના માલિન ગામમાં બનેલી ભેખડ ધસવાની દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 50 સુધી પહોંચી ગઇ છે. અત્યાર સુધી 22 લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે.

09.25am : ગુજરાતના નવનિયુક્ત રાજ્‍યપાલ ઓમપ્રકાશ કોહલીએ તાજેતરમાં બજેટ સત્રમાં રાજ્‍ય વિધાનસભામાં પસાર કરવામાં આવેલા તમામ 14 બિલને મંજૂરીની મહોર મારી દીધી છે.

09.20am : આજે શેરબજારમાં મંદીની ચાલી જોવા મળી રહી છે. સવારે BSE સેન્સેક્સ 172.29 પોઈન્ટ ઘટીને 25722.68 પોઈન્ટની સપાટી પર જ્યારે NSE નિફ્ટી 54.70 પોઈન્ટ ઘટીને 7,666.60 પોઈન્ટની સપાટીએ કારોબાર કરી રહ્યો હતો.

9.00am: ઇઝરાઇલે શુક્રવારે હમાસની સાથે 72 કલાકના સંઘર્ષ વિરામના પ્રસ્તાવનો સ્વિકાર કરી લીધો છે.

8.42am: શ્રીનગરમાં શુક્રવારે એક આતંકવાદીએ ન્યાયાધીશની સુરક્ષામાં રાખવામાં આવેલ સુરક્ષાકર્મીઓને તેની સર્વિસ રાયફલ છીનવી લીધી.

8.10am: કોમનવેલ્થમાં ભારતીય ખેલાડીયોના પ્રદર્શન ઉપરાંત હિન્દી ફિલ્મ જગતની પ્રખ્યાત અભિનેત્રી અને પૂર્વ વિશ્વ સુંદરી એશ્વર્યા રાય બચ્ચનનો અંદાજ પણ ગ્લાસગોમાં છવાયો છે. ગ્લાસગો પહોંચેલી એશ્વર્યા રાયની હેરસ્ટાઇલે ખાસ કરીને ખૂબ જ પ્રશંસા મેળવી.

English summary
News in Brief (August 1): John Kerry meet to Narendra Modi today and other news read in brief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X