પાકિસ્તાનમાં 'Kick'ને પડી 'કિક', રિલીઝ થતા થયો ગ્રેનેડ હુમલો

એમએ ઝિણ્ણા રોડ પર સ્થિત આ સિનેમાઘર હાઉસફુલ જઇ રહ્યું છે. પોલીસે જણાવ્યું કે તેઓ આ હુમલા પાછળના ઉદ્દેશ્યની તપાસ કરી રહ્યા છે, કારણ કે હુમલાખોરોનો હેતું એ લોકો જેવો છે જે સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે ગ્રેનેડ ફેંકે છે અને ભય ફેલાવે છે.
વરિષ્ઠ પોલીસ અધિકારી ઇમરાન શૌકતે જણાવ્યું કે એક મોટરસાયકલ પર સવાર બે લોકોએ કાપરી સિનેમાહોલના એન્ટ્રી ગેટ પર હાથબોમ્બ ફેંક્યો અને આ ઉપરાંત તેઓ અત્રેથી નાસીછૂટવામાં પણ સફળ રહ્યા.
અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનનમાં પણ હિન્દી ફિલ્મોનો ખૂબ જ ક્રેઝ છે અને તેમાં પણ સલમાન ખાનના લોકો દિવાના છે. અને અધુરામાં પુરું હાલમાં ઇદનો તહેવાર હોવાથી સિનેમા ઘરોમાં સલમાન ખાનની હમણા રિલીઝ થયેલી ફિલ્મ 'કિક' ધુમ મચાવી રહી છે.












Click it and Unblock the Notifications
