For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

June 25: મોદીના PM બનવાથી જનતાની તકલીફો વધી: પવાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 જૂન: એનસીપી પ્રમુખ શરદ પવારે એક વાર ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે. વધતી જતી મોંઘવારી પર પવારે મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે ચૂંટણી સમયે મોદી કહી રહ્યા હતા કે મોંઘવારી ઓછી કરીશું. આ દેશમાંથી મા-બેટાની સરકાર કાઢવી છે, પરંતુ સત્તા મળ્યા બાદ મોંઘવારી ઓછી થવાનું તો દૂર પરંતુ ઉલ્ટાની મોંઘવારી વધતી જઇ રહી છે. મોદીએ સત્તા મેળવવા માટે જ પ્રચાર કર્યો હતો.

પવારે જણાવ્યું કે મોદીએ કહ્યું હતું કે સારા દિવસો આવશે અને જનતાની તકલીફો દૂર થશે, પરંતુ એવું થયું નહીં, જનતાની તકલીફો વધી ગઇ છે. તેમણે જણાવ્યું કે લોકો સાથે જોડાયેલી પાર્ટી હોવાના નાતે અમે મોંઘવારી જેવા વિષયોને લઇને જનતાની વચ્ચે જઇશું.

જ્યારે વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણી પર પવારે જણાવ્યું હતું કે આ વખતે વિચારવું પડશે. કાર્યકર્તાની ભાવનાઓનો ખ્યાલ રાખવો પડશે. જે બેઠકો પર અમે લડતા નથી ત્યાં અમારા કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ ઓછો થયો છે. માટે અમે આ વખતે જ્યારે બેઠકોની વહેંચણી પર ચર્ચા કરીશું તો આ તમામ વાતોનો ખ્યાલ રાખીશું.

આ ઉપરાંત આજના સમાચારો પર કરો નજર...

બિહારમાં રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 4નાં મોત

બિહારમાં રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 4નાં મોત

બિહારના છપરા પાસે ગોલ્ડીનગંજમાં રાજધાની એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઇ છે. દિલ્હીથી ડિબ્રુગઢ જતી રાજધાની એક્સપ્રેસની 12 બોગીઓ પાટા પરથી ઉતરી ગઇ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત નીપજ્યાં છે અને અનેક ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોની નજીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વઘશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

પેશાવર એરપોર્ટ પર બંદૂકધારીઓનો પ્લેન પર હુમલો

પેશાવર એરપોર્ટ પર બંદૂકધારીઓનો પ્લેન પર હુમલો

પાકિસ્તાનના પેશાવરના બાચ્છાખાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ની ઇન્ટરનેશનલ ફ્લાઇટની લેન્ડિંગ સમયે બંદૂકધારીઓએ હુમલો કરી દીધો હતો. પ્લેન પર થયેલા ગોળીબારમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો ફ્લાઇટ લેન્ડિંગ સમયે એરપોર્ટની પાસે જ સંતાયેલા હતા.

મોદી સરકારમાં 40000 કરોડની માર્ગ યોજનાઓ મંજૂર

મોદી સરકારમાં 40000 કરોડની માર્ગ યોજનાઓ મંજૂર

કેન્દ્ર સરકાર દેશમાં દરરોજ 30 કિલોમીટર લાંબા માર્ગ બનાવવા માંગે છે. જેનાથી દેશમાં માર્ગ બનાવવાની પ્રક્રિયામાં ઝડપ આવી શકે છે. માર્ગ અને પરિવહન મંત્રી અને રાજમાર્ગ મંત્રાલયે માર્ગ બનાવવા માટે 40,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે.

પોતાની પુત્રીઓ અને પત્નીઓને સેક્સ માટે મોકલો નહીતર મરશો

પોતાની પુત્રીઓ અને પત્નીઓને સેક્સ માટે મોકલો નહીતર મરશો

આતંકના સૌથી મોટા ચક્રવ્યૂહ, ભય અને કત્લેઆમનું બીજું નામ અને ઇરાકને વાળીને રાખનાર સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ સીરિયા (આઇએસઆઇએસ)એ હવે એક એવો ફતવો જાહેર કર્યો છે કે જેને જાણ્યા પછી તમારા હોશ ઉડી જશે. ઇરાકના લોકોએ આઇએસઆઇએસ (ISIS)એ ધમકી આપતાં કહ્યું કે જો તમે તમારી પુત્રીઓ અને પત્નીઓને અમને સોંપી નહી તો જાનથી મારી નાખવામાં આવશે. આ ઘૃણાસ્પદ ફરમાન પાછળ જિહાદીઓનું તર્ક છે કે આઇએસઆઇએસના લડાકોની સાથે સોકર મહિલાઓ પોતાને પવિત્ર કરી શકે છે.

આખા ભારત પર કબજો કરવાનો ISISનો ફાઇવ યર પ્લાન

આખા ભારત પર કબજો કરવાનો ISISનો ફાઇવ યર પ્લાન

ઇરાક પર આઇએસઆઇએસનો પડછાયો સતત મંડરાતો દેખાઇ રહ્યો છે. ઇરાકના ઘણા પ્રમુખ શહેરો પર કબજો જમાવીને બેઠેલું આ આતંકવાદી સંગઠન ભારત, મ્યાનમાર, થઇને ઓસ્ટ્રેલિયા તરફ આગળ વધી રહ્યું છે. હા આઇએસઆઇએસએ પોતાની પંચવર્ષીય યોજના રિલીઝ કરી છે જેમાં વિશ્વના નકશા પર તે દેશનોને દર્શાવાયું છે જ્યાં તેમને કબજો કરવાની યોજના ઘડી છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

ઉમા ભારતી

ઉમા ભારતી

કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી ઉમા ભારતી નદીઓની સાર સંભાળ માટેની કોન્ફરન્સ યોજી હતી.

સેરેના વિલિયમ્સ

સેરેના વિલિયમ્સ

સેરેના વિલિયમ્સ ઇંગ્લેન્ડ લૉન ટેનીસ ચેમ્પિયનશીમાં.

ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ

ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ

બિહારમાં રાજધાની એક્સપ્રેસ પલટી ખાતા હજારો લોકો ઘાયલ થયા હતા. પટણાની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દી.

શ્રીલંકા ઇંગ્લેન્ડને હરાવ્યું

શ્રીલંકા ઇંગ્લેન્ડને હરાવ્યું

શ્રીલંકાએ બે ટેસ્ટમેચની શ્રેણીમાં ઇગ્લેન્ડને હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.

English summary
News Of June 25: People are facing more trouble after Narendra Modi became Prime Minister, and other news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X