For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમારા વગર નહીં બની શકે નવી સરકાર: મુલાયમસિંહ યાદવ

|
Google Oneindia Gujarati News

લખનઉ, 4 એપ્રિલ: બીજેપી નેતા લાલકૃષ્ણ આડવાણીની જેમ એસપી સુપ્રીમો મુલાયમસિંહ યાદવે પણ લોકસભાની આવનાર ચૂંટણી આ વર્ષે જ યોજાવાનું અનુમાન લગાવ્યું છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને ચૂંટણી માટે તૈયાર રહેવા આહ્વાન કર્યું છે. તેમણે જણાવ્યું કે ચૂંટણી બાદ દિલ્હીમાં આવનાર સરકાર એસપી વગર નહીં બની શકે.

mulayamsingh yadav
મુલાયમે બુધવારે એસપીના જિલ્લાઅધ્યક્ષો અને અન્ય પદાધિકારિઓની બેઠકમાં કહ્યું કે લોકસભા ચૂંટણી આ જ વર્ષે યોજાઇ શકે છે. એસપીએ વધારેમાં વધારે બેઠકો પર જીત મેળવવી પડશે, કારણ કે દિલ્હીમાં સરકાર બનાવવામાં એસપીની મહત્વની ભૂમિકા રહે.

તેમણે જણાવ્યું કે રાજ્યમાં એસપી સરકારના વિકાસ અને જનહિતના કાર્યોથી એસપીને યુપીથી લોકસભા ચૂંટણીમાં વધારેમાં વધારે બેઠક જીતવામાં મદદ મળશે. તેમણે ચેતવણી આપી કે પાર્ટીમાં કોઇપણ સ્તરે જૂથબંધી સાંખી લેવામાં નહી આવે.

બધા જ કાર્યકર્તા અને પદાધિકારીઓ પોત-પોતાની જવાબદારીઓને નિભાવે અને સંગઠનને બૂથ સ્તર પર મજબૂત કરવા પર ખાસ ભાર મૂક્યો. બેઠકમાં એસપી કાર્યકર્તાએ 23 એપ્રિલના રોજ સરકારની વિભિન્ન ઉપલબ્ધીઓના પ્રચાર-પ્રસાર માટે કાર્યક્રમ આયોજિત કરવાનો નિર્ણય કર્યો.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
Next government can not become without Samajwadi party says mulayam singh yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X