For Quick Alerts
For Daily Alerts
બાલ ઠાકરેની યાદમાં મરાઠી સાહિત્ય પુરસ્કારનું નામ બદલાયું
મુંબઇ, 18 નવેમ્બર : મહારાષ્ટ્રના એક અગ્રણી બિન સરકારી સંગઠન (એનજીઓ) પ્રિયદર્શિની એકેડેમીએ મરાઠી સાહિત્ય પુરસ્કારનું નામ બાલાસાહેબ ઠાકરેની યાદમાં બદલવાનું નક્કી કર્યું છે.
આ પુરસ્કાર મરાઠી સાહિત્યના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર સાહિત્યકારોને દર વર્ષે આપવામાં આવે છે. તેમાં રૂપિયા 25,000નું રોકડ ઇનામ આપવાની સાથે એક ટ્રોફી પણ આપવામાં આવે છે.
આ અંગે એકેડેમીના ચેરમેન નાનીક રૂપાણીએ જણાવ્યું કે "મરાઠી ભાષા અને સંસ્કૃતિના પ્રચારમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા શિવ સેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેની યાદમાં એવોર્ડનું નામ 'બાલાસાહેબ ઠાકરે મરાઠી લિટરરી એવોર્ડ' રાખવામાં આવ્યું છે." આ એવોર્ડ 1984થી આપવામાં આવી રહયા છે. મરાઠી ઉપરાંત હિન્દી અને સિંઘી સાહિત્ય માટે પણ એવોર્ડ આપવામાં આવે છે.