For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી અને રાહુલની રેલીઓ કચરા મૂક્ત હોવી જોઇએ: એનજીઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 ઓક્ટોબર: એક બિનસરકારી સંગઠને સોમવારે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને એવું સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો છે કે તેમની રેલીઓ બાદ મેદાન અને માર્ગો પર કચરો નહીં ફેલાય.

એનજીઓ 'કમ, ક્લીન ઇન્ડિયા'એ જણાવ્યું, 'અમે બંને નેતાઓને અનુરોધ કર્યો કે તે આ જાહેરાત કરે કે ચૂંટણી પહેલા તેમની રેલીઓ કચરામૂક્ત રહેશે અને સત્તામાં આવ્યા બાદ તે કચરાના મેનેજમેન્ટ પર યોગ્ય ધ્યાન આપશે,' ભારતને સ્વચ્છ બનાવવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દેખાડવાનો તેમના માટે આ એક શાનદાર અવસર છે.'

modi rahul
એનજીઓ કહેવું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક વખતે દેશભરમાં હજારો રેલિઓનું આયોજન થાય છે, અને આ આયોજન બાદ લોકો મેદાનો અને માર્ગો પર જાતભાતના કરચા મૂકી જાય છે. એનજીઓ તરફથી બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે 'કચરાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે, સાથે જ એનાથી એવો સંકેત પણ મળે છે કે રેલીઓનું આયોજન કરનારાઓ નેતા ભારતની સ્વચ્છતા પ્રત્યે ઉદાસીન છે'

એનજીઓએ એ પણ યાદ અપાવ્યું છે કે ભાજપા નેતા નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા જયરામ રમેશે હાલમાં જ જણાવ્યું હતું કે દેશમાં મંદિરો કરતા વધારે શૌચાલયની જરૂરીયાત છે. આ સંગઠન 25 ઓક્ટોબરના રોજ 'ક્લીન ઇન્ડિયા ડે'નું આયોજન કરવા જઇ રહ્યું છે.

English summary
An NGO promoting cleanliness Monday urged the BJP's prime ministerial candidate Narendra Modi, as well as Congress vice president Rahul Gandhi to ensure that grounds and streets were not left littered after their rallies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X