For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂત આંદોલન મુદ્દે NHRC એ નોટિસ જારી કરી 4 રાજ્યો પાસેથી જવાબ માંગ્યો!

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હી સાથે ઘણા રાજ્યોમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. 9 મહિનાથી વધુ સમયથી ખેડૂતો કૃષિ કાયદાની વિરુદ્ધમાં અવાજ ઉંચો કરી રહ્યા છે. ખેડૂતો ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની માગણી કરીને દિલ્હીના સરહદી વિસ્તારોમાં આંદોલન કરી રહ્યા છે. આ સાથે અન્ય રાજ્યો પણ એક થઈ રહ્યા છે અને કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. એક તરફ ખેડૂતો કાયદા રદ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે તો બીજી તરફ એમએસપી પર કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોના આંદોલનને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. NHRC એ ખેડૂતોના આંદોલન મુદ્દે રિપોર્ટ માંગ્યો છે.

Kisan andolan

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) એ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય અધિકારીઓને નોટિસ ફટકારી છે અને ખેડૂતોના આંદોલન વચ્ચે બુધવાર સુધીમાં ખેડૂતોના વિરોધ પર રિપોર્ટ માંગ્યો છે.

આ નોટિસમાં માનવાધિકાર પંચે કહ્યું કે તેમને દેશમાં ચાલી રહેલા ખેડૂત વિરોધને લઈને ઘણી ફરિયાદો મળી છે, જેમાં ઔદ્યોગિક એકમો પર વિપરીત અસરના આક્ષેપો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ ખેડૂત આંદોલન 9000 થી વધુ માઇક્રો, મધ્યમ અને મોટી કંપનીઓને ગંભીરતાથી અસર કરી રહ્યું છે. કથિત રીતે તેના પરિવહન પર પણ અસર પડી રહી છે, જેના કારણે મુસાફરો, દર્દીઓ, વરિષ્ઠ નાગરિકોને શારીરિક રીતે વિકલાંગ લોકો સહિત રસ્તાઓ પર ભારે ભીડને કારણે નુકસાન થાય છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના આંદોલનને કારણે લોકોને તેમના સ્થળો સુધી પહોંચવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે અને સરહદો પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. આ સ્થિતિમાં પંચે ઉત્તર પ્રદેશ સરકાર અને મુખ્ય સચિવ, હરિયાણા સરકાર અને મુખ્ય સચિવ, રાજસ્થાન સરકાર અને મુખ્ય સચિવ, દિલ્હી સરકાર અને પોલીસ મહાનિર્દેશક, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના કમિશનરને નોટીસ જારી કરી છે. એવો પણ આક્ષેપ છે કે વિરોધ સ્થળે વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, એક તરફ ખેડૂતો કૃષિ કાયદાને પરત લેવા માટે લડી લેવાના મૂડમાં છે તો બીજી તરફ સરકાર આ બાબતે નમતું જોખવા તૈયાર નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ તમામ બાબતો ક્યાં જઈને અટકે છે.

English summary
NHRC issues notice on farmer movement issue, seeks reply from 4 states!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X