For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા

દેશમાં આતંકઓ સામે સુરક્ષા એજન્સીઓને એક મોટી સફળતા મળી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં આતંકઓ સામે સુરક્ષા એજન્સીઓને એક મોટી સફળતા મળી છે. જ્યાં NIAની ટીમે અલકાયદાના મૉડ્યુલનો ભાંડાફોડ કર્યો છે. સાથે જ 9 શંકાસ્પદ આતંકીઓને પકડ્યા છે. આ આતંકી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળા એર્નાકુલમમાં થયેલી રેડ દરમિયાન પકડાયા. બધા આતંકી મળીને એક મોટા હુમલાનો પ્લાન બનાવી રહ્યા હતા. NIA ્પ્રવકતાના જણાવ્યા મુજબ તેમને અલકાયદાના આંતરરાજ્ય મૉડ્યુલ વિશે માહિતી મળી હતી જે અમુક સમયથી સક્રિય હતા. આ બધા મળીને દેશના મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનો પર આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા જેથી નિર્દોષ લોકોને મારી શકાય. આ અંગે 11 સપ્ટેમ્બરે એક કેસ પણ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ બધા આતંકીઓના સંબંધ પાકિસ્તાન સાથે જોડાયા હોવાના પણ પુરાવા મળ્યા છે.

terrorist

NIAએ જણાવ્યુ કે તેમની અલગ અલગ ટીમોએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના એર્નાકુલમમાં રેડ પાડીનેઆ મૉડ્યુલનો પર્દાફાશ કરી દીધો. જેમાં બંગાળથી 6 અને કેરળથી 3 આતંકી પકડાયા છે. આ કાર્યવાહી દરમિયાન ડિજિટલ ઉપકરણ, જેહીદી પુસ્તકો, ધારદાર હથિયાર, કન્ટ્રી મેડ હથિયાર, સ્થાનિક સ્તરે બનેલ એક શરીર સુરક્ષા કવચ(Body Armour) સહિત ઘણો સામાન મળ્યો છે.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યુ કે આ બધા સોશિયલ મીડિયા દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા હતા જેને પાકિસ્તાન ચોરીછૂપે સમર્થન કરે છે. આ બધાને ત્યાંથી રાજધાની દિલ્લી સહિત ઘણી જગ્યાએ હુમલો કરવા માટે ભડકાવવામાં આવી રહ્યા હતા. આ મૉડ્યુલ ફંડ એકઠુ કરવાની કોશિશ કરી રહ્યા હતા. સાથે જ આના અમુક સભ્યો હથિયાર અને દારૂગોળો ખરીદવા માટે દિલ્લી જવાના હતા. કોર્ટમાં હાજર કર્યા બાદ આ બધા આતંકીઓને રિમાન્ડ પર લેવામાં આવશે. સાથે જ તેમના અન્ય સાથીઓ અને પ્લાન વિશે જાણવાની કોશિશ કરવામાં આવશે. ધરપકડ કરાયેલ આતંકીઓમાં મુર્શિદ હસન યાકૂબ, બિસ્વાસ મુસર્ફ હુસેન, નઝ્મસ શાકિબ, અબૂ સુફિયાન, મેનુલ મંડલ, લેઉ અહમદ, અલ મમુન કમાલ, આતિતુર રહમાન શામેલ છે.

FACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ?FACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ?

English summary
NIA arrested 9 Suspected Al Qaeda terrorist
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X