J&Kમાં અલગતાવાદી નેતાઓના 12 ઠેકાણે NIAના દરોડા

એનઆઇએ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓના 12 ઠેકાણે છાપા મારવામાં આવ્યો હતો.

જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓ વિરુદ્ધ એનઆઇએની કડક કાર્યવાહી ચાલુ છે. એનઆઇએ દ્વારા અલગતાવાદી નેતાઓના 12 જેટલા ઠેકાણે છાપો મારવામાં આવ્યો હતો, જેથી આ નેતાઓ પાસે આવનાર ફંડિંગ અંગે જાણકારી મેળવી શકાય. એનઆઇએના અધિકારીએ જણાવ્યું હતું કે, 12 અલગ-અલગ જગ્યાઓએ છાપા મારવમાં આવ્યા છે. મુખ્યત્વે શ્રીનગર, બારામૂલ અને હંદવારાના વિસ્તારોમાં છાપા મારવામાં આવ્યા છે. અધિકારીએ આગળ જણાવ્યું હતું કે, જે લોકોને ત્યાં છાપો મારવામાં આવ્યો છે, એમના તાર શંકાસ્પદ સંગઠનો સાથે જોડાયેલા હોવાની જાણકારી છે, અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યાં છીએ.

j&K seperatists

24 જુલાઇના રોજ એનઆઇએ દ્વારા આ માલે 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાતેય લોકો પર આરોપ છે કે, તેમણે કાશ્મીર ઘાટીમાં તણાવ વધારવાનું કામ કર્યું છે. આ લોકો અલગતાવાદી અને આંતકવાદીઓની મદદથી પૈસા ભેગા કરી તેનો ઉપયોગ કાશ્મીરમાં અશાંતિ ફેલાલવવામાં કરતા હતા.

એનઆઇએ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આરોપીઓ અહીં(કાશ્મીર)માં દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, તમામ અપરાધીક કામગીરીને તેઓ અંજામ આપી રહ્યાં છે. તેમની પર ભારત વિરુદ્ધ પ્રદર્શન અને બંધ કરવાનો તથા દેશવિરોધી કામગીરીમાં સક્રિય હોવાનો આરોપ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X