For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોધગયા બ્લાસ્ટ: એનઆઇએએ જાહેર કર્યા સંદિગ્ધના સ્કેચ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 જુલાઇ: બિહારમાં બોધગયાના મહાબોધિ મંદિરમાં ગત અઠવાડિયે થયેલા શ્રેણીબદ્ધ ધમાકાની તપાસ કરી રહેલી નેશનલ ઇનવેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) એ મંગળવારે એક સંદિગ્ધનો સ્કેચ જાહેર કર્યો છે.

7 જુલાઇના રોજ સવારે મહાબોધિ મંદિરમાં દસ બ્લાસ્ટથી થરથરી ઉઠ્યું હતું. આ વિસ્ફોટમાં બે બૌદ્ધ ભિક્ષુક ઘાયલ થયા હતા. તપાસકર્તાઓને સંદિગ્ધનો પ્રથમ સ્કેચ જાહેર કરવામાં નવ દિવસ જેટલો સમય લાગ્યો છે. એનઆઇએ બ્લાસ્ટ વિશે ઘણા લોકોને પૂછપરછ બાદ તેને જાહેર કર્યો છે.

એનઆઇએની ટીમ બ્લાસ્ટની સાંજે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, પરંતુ આધિકારિક રૂપથી બે દિવસ બાદ તપાસની જવાબદારી સોંપી દિધી હતી, જ્યારે મુખ્યમંત્રી નિતિશ કુમારે આ મુદ્દે આગ્રહ કર્યો હતો. ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ ગત અઠવાડિયે કહ્યું હતું કે આ મુદ્દે ત્રણથી ચાર લોકો સામેલ હોય શકે છે.

bodh-gaya-blasts-suspect

7 જુલાઇના રોજ મંદિરના અલગ-અલગ ભાગોમાં એક પછી એક દસ બ્લાસ્ટ થયા હતા. તપાસકર્તાઓને બાદમાં વધુ ત્રણ બોમ્બ મળ્યા હતા, જેને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. તેમાંથી એક બોમ્બ ભગવાન બુદ્ધની પ્રતિમાને ટાર્ગેટ બનાવીને 20 ફૂટની ઉંચાઇ પર રાખવામાં આવ્યો હતો.બૌદ્ધ શિક્ષાના શીર્ષ કેન્દ્ર બોધગયામાં સાત જુલાઇના રોજ થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસમાં થોડી ઘણી પ્રગતિ થઇ છે.

એજન્સીએ રાજકોટ સ્થિત ઘડિયાળ બનાવનાર એકમોમાં પોતાની ટુકડી મોકલી દિધી છે. આ કારખાનાઓની ઘડીયાળોનો ઉપયોગ દેશી બોમ્બમાં વિસ્ફોટ કરવા માટે ટાઇમર તરીકે ઉપયોગમાં લેવામાં આવી હતી. જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોચી હતી.

એજન્સીને શંકા છે કે બિહારના બોધગયા મંદિર વિસ્ફોટમાં ઉપયોગમાં લેવામાં આવેલા આતંકવાદનું મોડ્યૂલ નવું હોઇ શકે છે કારણ કે બ્લાસ્ટ થયા વિનાનો મળી આવેલો બોમ્બ એ પ્રમાણે બનાવવામાં આવ્યો હતો કે જે પહેલાં દેશમાં થયેલા આતંકવાદી હુમલામાં ઉપયોગ ક્યારેય લેવાયો ન હોય.

એનઆઇએ સૂત્રોના જણાવ્યા અનુસાર મહાબોધિ મંદિરથી મળી આવેલા ત્રણ નિષ્ક્રિય આઇઇડી તે આઇઇડી સાથે મળતા નથી જેનો ઉપયોગ દેશમાં અત્યાર સુધી આતંકવાદી હુમલાઓમાં થાય છે. આતંકવાદીઓને પકડવા માટે એનઆઇએ પહેલાંના વિસ્ફોટમાં ઉપયોગમાં લેવામાં આવેલા આઇઇડીને બનાવવાની પદ્ધતિ સાથે મળે છે કે નહી જેથી વિસ્ફોટ કરનાર મોડ્યૂલની ઓળખ કરી શકાય.

જો તેમને કહ્યું હતું કે તપાસકર્તા દ્વારા નિકાળવવામાં આવેલા પ્રારંભિક તારણો છે તથા આગળની તપાસથી ચિત્ર સ્પષ્ટ થશે. એનઆઇએએ ઐતિહાસિક બોધગયા શહેર સ્થિત મહાબોધિ મંદિરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ સંબંધમાં એક કેસ દાખલ કર્યો છે.

English summary
The National Investigation Agency (NIA) on Tuesday released the sketch of a suspect believed to be involved in the serial blasts at the Mahabodhi Temple complex here on July 7.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X