For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળથી તામિલનાડુ-કર્ણાટક પહોંચી શકે છે નિપાહ વાયરસ, એલર્ટ જાહેર

કેરળમાં નિપાહ વાઇરસ સામે આવ્યા પછી હવે તામિલનાડુ અને કર્ણાટકના શહેરોમાં પણ આ વાઇરસ પહોંચે તેવી આશંકા છે.

|
Google Oneindia Gujarati News

કેરળમાં નિપાહ વાઇરસ સામે આવ્યા પછી હવે તામિલનાડુ અને કર્ણાટકના શહેરોમાં પણ આ વાઇરસ પહોંચે તેવી આશંકા છે. બંને રાજ્યોના ઘણા શહેરોમાં નિપાહ વાઇરસ અંગે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. કર્ણાટક ઘ્વારા કેરળ બોર્ડરના 8 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. તામિલનાડુના મદુરે અને કોયમ્બતૂરમાં નિપાહ વાઇરસ ખતરાને જોતા અલગથી વોર્ડ પણ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: નિપાહ વાયરસથી ત્રસ્ત કેરળવાસી, જાણો લક્ષણો અને બચાવ

કર્ણાટકના 8 જિલ્લાઓમાં એલર્ટ

કર્ણાટકના 8 જિલ્લાઓમાં એલર્ટ

કર્ણાટક સરકારના સ્વાસ્થ્ય વિભાગે નિપાહ વાયરસ અંગે સર્ક્યુલેશન જાહેર કર્યું છે. તેમાં ચામ્રજનગર, મેસૂર, કોડાગુ, દક્ષિણ કન્નડ, ઉત્તર કન્નડ, ઉડુપી શિવમોગા અને ચિકમંગલુર જિલ્લાના પ્રશાશનને તાત્કાલિક બેઠક બોલાવીને કોઈ પણ સ્થિતિ સામે તૈયાર રહેવા માટે જણાવ્યું છે. હોસ્પિટલોમાં કોઈ પણ વ્યક્તિને નિપાહ વાયરસ અંગે સંદેહ થવા પર અલગ વૉર્ડની વ્યવસ્થા રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

તામિલનાડુમાં અલગ વોર્ડ બનાવવામાં આવ્યા

તામિલનાડુમાં અલગ વોર્ડ બનાવવામાં આવ્યા

કેરળમાં નિપાહ વાયરસ અંગે પુષ્ટિ થયા પછી તામિલનાડુ સરકાર ઘ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તામિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી વિજય ભાસ્કર ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્વાસ્થ્ય વિભાગ કેરળની સીમા નજીક લાગતા સાત જિલ્લાઓમાં પૂરતા પગલાં લઇ રહી છે. કેરળથી તામિલનાડુ આવી રહેલા બીમાર લોકોની જાંચ કરવામાં આવી રહી છે, જેથી નિપાહ વાયરસના કોઈ પણ ખતરા અંગે માહિતી મેળવી શકાય.

કેરળમાં નિપાહ વાયરસ અંગે પુષ્ટિ થઇ

કેરળમાં નિપાહ વાયરસ અંગે પુષ્ટિ થઇ

આપણે જણાવી દઈએ કે કેરળમાં નિપાહ વાયરસ અંગે પુષ્ટિ થઇ ચુકી છે. કેરળમાં નિપાહ વાયરસ મામલો સામે આવ્યા પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન આ મામલે નજર રાખી રહ્યા છે. તેમને કેરળના સ્વાસ્થ્ય મંત્રીને કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવ સહાયતા આપવાનું આશ્વાશન આપ્યું છે.

English summary
Nipah Virus alert, can be reached from Kerala to Tamilnadu-Karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X