For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં વધ્યુ નિપાહ વાયરસનુ જોખમ, 12 વર્ષના બાળકના મોત બાદ 11 લોકોમાં દેખાયા લક્ષણ

કોરોના મહામારીની ત્રીજી લહેર આવતા પહેલા કેરળમાં નિપાહ વાયરસનુ જોખમ વધી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના મહામારીની ત્રીજી લહેર આવતા પહેલા કેરળમાં નિપાહ વાયરસનુ જોખમ વધી રહ્યુ છે. 5 સપ્ટેમ્બરે કોઝિકોડમાં નિપાહ વાયરસના સંક્રમણથી એક 12 વર્ષના બાળકનુ મોત થઈ ગયુ છે. ત્યારબાદ બાળકના સંપર્કમાં આવેલ 11 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણ દેખાયા છે. કેરળના આરોગ્ય મંત્રી વીના જ્યોર્જે સોમવારે 6 સપ્ટેમ્બરે કહ્યુ કે નિપાહ વાયરસથી મરનાર 12 વર્ષના બાળકના 11 સંપર્કોમાં લક્ષણ દેખાઈ રહ્યા છે પરંતુ હાલમાં બધાની હાલત સ્થિર છે. આ 11 લોકોમાંથી 8ના સેમ્પલ તપાસ માટે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલૉજી, પૂણે મોકલવામાં આવ્યા છે અને અન્ય ત્રણ નમૂનાના પરીક્ષણ કોઝિકોડની મેડિકલ કૉલેજમાં કરવામાં આવી શકે છે.

નિપાહ વાયરસના કારણે 38 લોકો હૉસ્પિટલમાં આઈસોલેટ કરાયા

નિપાહ વાયરસના કારણે 38 લોકો હૉસ્પિટલમાં આઈસોલેટ કરાયા

કેરળના આરોગ્ય મંત્રી વીના જ્યૉર્જે કહ્યુ કે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલૉજી, પૂણે મોકલવામાં આવેલ 8 વ્યક્તિઓના બધા સેમ્પલ નેગેટીવ જોવા મળ્યા છે. અમે વધુ નમૂનાની તપાસ કરી રહ્યા છે. અમે ફીલ્ડ સર્વિલાંસ શરૂ કરી દીધુ છે અને આજે(7 સપ્ટેમ્બર)થી કન્ટેનમેન્ટ ઝોનમાં ઘર-ઘર જઈને સર્વિલાંસ શરૂ કરશે. વળી, 38 લોકોને હૉસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે.

125 મેડિકલ સ્ટાફ પણ જોખમમાં

125 મેડિકલ સ્ટાફ પણ જોખમમાં

કેરળના આરોગ્ય મંત્રી વીના જ્યૉર્જે કહ્યુ કે નિપાહ વાયરસના લક્ષણ દેખાતા લોકોનુ એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. આ સંપર્ક સૂચિમાં 251 લોકો છે જેમાંથી 125 મેડિકલ સ્ટાફ છે. વીના જ્યૉર્જે કહ્યુ કે આમાંથી 54 લોકો એવા છે જે ઉચ્ચ જોખમવાળી શ્રેણીમાં છે. તેમણે કહ્યુ કે 54ની યાદીમાંથી ત્રીસ લોકો મેડિકલ સ્ટાફ છે.

બાળકના ઘરમાં લાગેલા વૃક્ષમાંથી ચામાચીડિયા આવે છે

બાળકના ઘરમાં લાગેલા વૃક્ષમાંથી ચામાચીડિયા આવે છે

તમને જણાવી દઈએ કે નિપાહ વાયરસ ઝડપથી સામે આવેલે એક નવો વાયરસ છે. જે જાનવરો અને માનવમાં ગંભીર બિમારી ફેલાય છે. સામાન્ય રીતે તે ચામાચીડિયાથી ફેલાય છે. કેરળના આરોગ્યમંત્રી વીના જ્યૉર્જે કહ્યુ કે બાળક(જેનુ મોત થઈ ગયુ)ની માનો તાવ થોડો ઓછો થઈ ગયો છે. તેમણે કહ્યુ કે પશુપાલન દળે બાળકના ઘર અને પરિસરનુ નિરીક્ષણ કર્યુ હતુ. જ્યાંથી જાણવા મળ્યુ કે ઘરની પાછળ જમીનમાં બે રામબૂટનના વૃક્ષ છે જ્યાં ચામાચીડિયા આવતા હતા. અહીંથી પણ સેમ્પલ લાવવામાં આવ્યા છે. તેમણે ઝીલની પેલે પાર ચામાચીડિયાના આવાસ પણ મળ્યુ છે. ઘરમાં બે બકરીઓ છે તેના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે.

English summary
Nipah virus hits Kerala again: 11 Contacts of Victim Symptomatic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X