For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે બેરેકમાં બંધ હતો કસબા તેમાં જ વિજય માલ્યાને રાખવામાં આવશે?

જે બેરેકમાં બંધ હતો કસબા તેમાં જ વિજય માલ્યાને રાખવામાં આવશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બ્રિટનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં શુક્રવારે ભાગેડૂ હીરા કારોબારી નીરવ મોદીના પ્રત્યાર્પણની સુનાવણી દરમિયાન કેટલીક એવી વાતો થઈ જેને સાંભળી ત્યાં હાજર લોકોને હંસવું આવી ગયું. સુનાવણી દરમિયાન જજ એમ્મા અર્બથનૉટે પ્રોસેક્યૂશનને કહ્યું કે શું વિજય માલ્યા અને નીરવ મોદીને એક જ જેલ સેલમાં રાખવામાં આવશે? જણાવી દઈએ કે 48 વર્ષના હીરા કારોબારી નીરવ મોદી 13 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપી છે.

કોર્ટમાં પૂછ્યું- જેલમાં પર્યાપ્ત જગ્યા તો છેને?

કોર્ટમાં પૂછ્યું- જેલમાં પર્યાપ્ત જગ્યા તો છેને?

કોર્ટમાં સુનાવણીની શરૂઆતમાં ચીફ મેજિસ્ટ્રેટ અર્બથનૉટે કહ્યું કે તેમણે ડિસેમ્બરમાં વિજય માલ્યાના પ્રત્યર્પણનો આદેશ આપ્યો હતો અને ત્યારથી જ લાગી રહ્યું હતું કે તેમણે આગળ પણ આવું કરવું પડશે. જજે પૂછ્યું, કે શું તમને ખબર છે કે નીરવ મોદીને ભારતમાં કઈ જેલમાં રાખવામાં આવશે? ભારત તરફથી દલિલ કરી રહેલા ક્રાઉન પ્રોસેક્યૂશન સર્વિસે કહ્યું કે તેમને પ્રત્યર્પણ બાદ મુંબઈ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, નીરવને આર્થવ રોડ સ્થિત એ જેલમાં જ રાખવામાં આવશે જેને વિજય માલ્યા માટે પણ તૈયાર કરવામાં આવી છે. આના પર જજે કહ્યું કે શું બંનેને એક જ સેલમાં રાખવમાં આવશે? પર્યાપ્ત જગ્યા તો છેને?

વીડિયો જોતા જ અદાલત પહેલેથી જ સુવિધાઓથી સંતુષ્ટ થઈ ચૂકી છે

વીડિયો જોતા જ અદાલત પહેલેથી જ સુવિધાઓથી સંતુષ્ટ થઈ ચૂકી છે

ભારત તરફથી બ્રિટિશ સરકારની ક્રાઉન પ્રોસીક્યૂશન સર્વિસના વકીલે જજ એમાને જણાવ્યું કે મોદીને પણ માલ્યાની જ જેલ બેરેકમાં રાખવામાં આવશે, જેનો વીડિયો જોઈ અદાલત પહલેથી જ ત્યાંની સુવિધાઓથી સંતુષ્ટ થઈ ચૂકી છે. જણાવી દઈએ કે માલ્યા માટે અદાલત તરફથી નક્કી માપદંડો પર બીજી વખત તૈયાર કરવામાં આવેલ બેરેકમાં 26/11 મુંબઈ હુમલાના આતંકી અઝમલ કસાબને પણ ફાંસી આતા પહેલા અહીં જ આકરી સુરક્ષામાં રાખામાં આવ્યો હતો.

વનુઆટૂની નાગરિકતા લેવાની કોશિશમાં હતો નીરવ મોદી

વનુઆટૂની નાગરિકતા લેવાની કોશિશમાં હતો નીરવ મોદી

કોર્ટને માલુમ પડ્યું કે નીરવ મોદીએ વનુઆટૂની નાગરિકતા હાંસલ કરવા માટે 1 કરોડ 38 લાખ 95 હજાર 843 રૂપિયા આપવાની કોશિશ રકી હતી. વનુઆટૂ દક્ષિણ પ્રશાંત મહાસાગરનો એક નાનો એવો દ્વીપ છે. તેણે 2017માં અંતમાં ત્યાંની નાગરિકતા લેવાની કોશિશ કરી હતી પરંતુ તેને ના પાડી દેવાાં આવી. ભારત સરકાર તરફથી અદાલતમાં હાજર રહેલ વકીલ ટોબી તૈડમેને કહ્યું કે વનુઆટૂ અધિકારીઓને જ્યારે માલુમ પડ્યું કે તેમની કોઈ મામલામાં તપાસ ચાલી રહી છે તો તેમણે નીરવને નાગરિકતા આપવાની ના પાડી દીધી. આ વચ્ચે નીરવ મોદી પર સાક્ષીઓને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લાગ્યો છે. કૈડમેને કહ્યું કે નીરવ મોદીએ એક સાક્ષીને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

આ 2 રાજ્યોની 70 ટકા પબ્લિક મોદીથી નાખુશ, ઉત્તર ભારતમાં 60 ટકા લોકો ખુશ આ 2 રાજ્યોની 70 ટકા પબ્લિક મોદીથી નાખુશ, ઉત્તર ભારતમાં 60 ટકા લોકો ખુશ

English summary
Nirav Modi, Vijay Mallya To Share Same Jail Cell? UK Judge's Answer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X