For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફાંસીના 10 ફંદા બનાવવાની બક્સર જેલને અપાઇ સુચના, આ રીતે બને છે ફંદા

નિર્ભયા કાંડના ગુનેગારોને વહેલી તકે સજા આપવાની લાંબા સમયથી માંગ ઉઠી છે. પરંતુ હવે લાગે છે કે તેમને જલ્દી સજા થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

નિર્ભયા કાંડના ગુનેગારોને વહેલી તકે સજા આપવાની લાંબા સમયથી માંગ ઉઠી છે. પરંતુ હવે લાગે છે કે તેમને જલ્દી સજા થઈ શકે છે. આની ચર્ચા શરૂ થઈ ગઈ છે કારણ કે બિહારની બક્સર સેન્ટ્રલ જેલમાં ફાંસીના ફંદા બનાવવાનો આદેશો આપવામાં આવ્યા છે. બક્સર જેલને આ અઠવાડિયાના અંત સુધીમાં 10 ફાંસીના ફંદા તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ફંદા જેલના કેદીઓ જ તૈયાર કરે છે. તે જ સમયે, ફાંસીના ફંદા તૈયાર કરવાના સમાચાર સમાચાર વહેતા થતા જ, એવી અટકળો વહેતી થઈ હતી કે નિર્ભયાના ગુનેગારોને જલ્દીથી ફાંસી આપી શકાય છે.

બિહારની બક્સર સેન્ટ્રલ જેલમાં તૈયાર કરાશે ફંદા

બિહારની બક્સર સેન્ટ્રલ જેલમાં તૈયાર કરાશે ફંદા

બિહારની બક્સર સેન્ટ્રલ જેલમાં ફાંસીના ફંદા તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેલમાં બંધ કેદીઓ જ આ ફંદા તૈયાર કરી રહ્યા છે. બક્સર સેન્ટ્રલ જેલના અધિક્ષક વિજયકુમાર અરોરાએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે, અમને જેલ નિયામક તરફથી સૂચના મળી હતી કે 14 ડિસેમ્બર સુધીમાં 10 ફાંસીના ફંદા તૈયાર કરવામાં આવે. અમને ખબર નથી કે આ ફંદાનો ઉપયોગ ક્યાં થશે. અમે તેની તૈયારીમાં વ્યસ્ત છીએ. જો કે, તેમણે ફાંસીના ફંદાનો ઉપયોગ ક્યા થશે એ વાત કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

આ રીતે તૈયાર કરાય છે ફાંસીનો ફંદો

આ રીતે તૈયાર કરાય છે ફાંસીનો ફંદો

બક્સર સેન્ટ્રલ જેલના અધિક્ષક, વિજય કુમાર અરોરાએ જણાવ્યું હતું કે બક્સર જેલમાં ઘણા સમયથી ફાંસીના ફંદા તૈયાર કરવામાં આવે છે. તેમણે માહિતી આપી કે ફાંસીના ફંદા 7200 કાચા દોરાથી બને છે. તેને તૈયાર કરવામાં બેથી ત્રણ દિવસનો સમય લાગે છે. તેમાં આશરે પાંચથી છ કેદીઓ કામ કરે છે અને તેમાં કેટલાક વિશેષ મશીનો પણ વપરાય છે. બક્સર સેન્ટ્રલ જેલના કેદી પુનર્વસન તાલીમ કેન્દ્રમાં ફાંસીના ફંદા બનાવવામાં આવે છે. માત્ર અહીં જ નહીં, એક જેલ અધિકારીના જણાવ્યા મુજબ, આઝાદી પછી દેશના તમામ લોકોને લટકાવવા મોટાભાગના ફાંસીના ફંદા અહીંથી મોકલવામાં આવ્યા છે.

ફંદો બનાવવા માટે ખાસ દોરડાનો થાય છે ઉપયોગ

ફંદો બનાવવા માટે ખાસ દોરડાનો થાય છે ઉપયોગ

મળતી માહિતી મુજબ બક્સર જેલમાં ફાંસીનો ફંદો બનાવવા માટે વિશેષ મનીલા દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દોરડા બનાવવા માટે વિશેષ પદ્ધતિ અપનાવવામાં આવી છે. પ્રથમ કાચા સુતરને એક - એક તૈયાર કરવામાં આવે છે. પછી બધા દોરાઓને સંપૂર્ણપણે મીણમાં પલાળી દેવામાં આવે છે. આ પછી, બધા દોરાને વણીને એક જાડુ દોરડું બનાવવામાં આવે છે. ફાંસી માટે લગભગ 18 ફૂટ દોરડું તૈયાર કરવામાં આવે છે.

આટલી છે એક ફાંસીના ફંદાની કિંમત

આટલી છે એક ફાંસીના ફંદાની કિંમત

બક્સર સેન્ટ્રલ જેલના અધિક્ષક, વિજયકુમાર અરોરાએ જણાવ્યું હતું કે છેલ્લી વખત અહીંથી ફાંસીનો ફંદો તૈયાર કરવામાં આવ્યો હતો, જેની કિંમત 1725 રૂપિયા છે. પરંતુ આ વખતે 10 ફાંસીના ફંદા તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે, તેની કિંમત વધી શકે છે. તેનું કારણ એ છે કે તેમાં વપરાતા માલની કિંમતમાં વધારો થયો છે. બક્સર જેલના અધિક્ષકે એમ પણ કહ્યું હતું કે વર્ષ 2013માં સંસદના હુમલાના દોષી અફઝલ ગુરૂને ફાંસીની સજા આપવા માટે આ જેલમાં ફંદો તૈયાર કરવામાં આવ્યો હતો.

10 ફંદા તૈયાર કરવાની અપાઇ છે સુચના

10 ફંદા તૈયાર કરવાની અપાઇ છે સુચના

ગંગાના કાંઠે આવેલી બક્સર જેલ ફક્ત ફાંસીના ફંદા તૈયાર કરવા માટે જાણીતી છે. હાલમાં જેલ પ્રશાસનને 10 ફાંસીના ફંદા તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે, જે પછી ચર્ચા છે કે તે ફક્ત નિર્ભયા કેસના ગુનેગારો માટે જ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 16 ડિસેમ્બરે નિર્ભયા ગેંગરેપ અને હત્યાની ઘટનાને સાત વર્ષ થશે. નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવા સતત માંગ કરવામાં આવી રહી છે.

English summary
Nirbhaya Case: Bihar Buxar Jail Gets Order to Hang The Noose, May Nirbhaya Convicts Get Hanged
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X