નિર્ભયા કેસઃ ફાંસીની નજીક પહોંચ્યો વિનય શર્મા, રાષ્ટ્રપતિએ ફગાવી દયા અરજી
નિર્ભયાના દોષી મુકેશ સિંહ બાદ હવે વધુ એક દુષ્કર્મી વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે.
નિર્ભયાના દોષી મુકેશ સિંહ બાદ હવે વધુ એક દુષ્કર્મી વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. વિનયની ક્યુરેટિવ પિટીશન પહેલેથી જ ફગાવી દેવામાં આવી હતી અને ગયા બુધવારે વિનયના વકીલે રાષ્ટ્રપતિનો દયા અરજી મોકલી હતી. આ પહેલા 17 જાન્યુઆરીએ મુકેશ સિંહની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી. હવે માત્ર અક્ષય સિંહ અને પવન ગુપ્તા પાસે ક્યુરેટિવ પિટીશન અને દયા અરજીનો વિકલ્પ છે.

આજે થવાની હતી ફાંસી, બીજી વાર ઠેલાઈ
દિલ્લીની એક કોર્ટે ચારે દોષિતોને ફાંસીના વોરન્ટના અમલ પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે પહેલા નિર્ભયાના ગેંગરેપના દોષિતો પવન કુમાર ગુપ્તા(25), વિનય કુમાર(26), અક્ષય કુમાર(31) અને મુકેશ કુમાર સિંહ(32) એક ફેબ્રુઆરીના રોજ સવારે છ વાગે ફાંસી આપવાની હતી. કોર્ટના આ ચુકાદા બાદ હવે સવાલ ઉઠવા લાગ્યા છે કે છેવટે સાત વર્ષ જૂના કેસમાં ન્યાય ક્યારે મળશે. જણાવવામાં આવી રહ્યુ છે કે નિર્ભયાના દોષિતો પાસે કાનૂની રસ્તા હજુ પણ બચ્યા છે જેના કારણે ફાંસીમાં વિલંબ થઈ રહ્યો છે.
|
ડેથ વોરન્ટનો અમલ બીજી વાર ટાળવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે નિર્ભયાના દોષિતોના ડેથ વોરન્ટનો અમલ બીજી વાર ટાળવામાં આવ્યો છે. પહેલી વાર સાત જાન્યુઆરીએ ચારે દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનો ડેથ વોરન્ટ જારી કરવામાં આવ્યો હતો. આના પર 17 જાન્યુઆરીએ રોક લગાવવામાં આવી. એ દિવસે પછી તેમને એક ફેબ્રુઆરીએ ફાંસી આપવા માટે બીજુ વોરન્ટ જારી કરવામાં આવ્યુ જેના પર શુક્રવારે રોક લગાવવામાં આવી.

ફરિયાદી પક્ષ પાસે આ છે વિકલ્પ
આ વિકલ્પ દિલ્લી કોર્ટના આદેશ પર રોક લગાવવા સાથે કોઈ નવી તારીખ પણ આપી નથી. હવે કેસમાં ફરિયાદી પક્ષ ફાંસીથી રોક હટાવવા માટે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જ્યાં સુધી ફાંસીની નવી તારીખની ઘોષણા ન થાય ત્યાં સુધી બચેલા બે દોષિત, જેમણે હજુ સુધી રાષ્ટ્રપતિ પાસે પોતાની દયા અરજી મોકલી નથી, તે અનિશ્ચિત કાળ સુધી રાહ જોઈ શકે છે કારણકે હવે કોઈ સમય સીમા નથી.
આ પણ વાંચોઃ લાલ પોટલીમાં ખાતાવહી લઈને નાણા મંત્રાલય પહોંચ્યા સીતારમણ, જુઓ Pics












Click it and Unblock the Notifications
