લાલ પોટલીમાં ખાતાવહી લઈને નાણા મંત્રાલય પહોંચ્યા સીતારમણ, જુઓ Pics
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં દેશનુ સામાન્ય બજેટ રજૂ કરશે. અર્થવ્યવસ્થા વિશે સતત ઉઠી રહેલા સવાલો અને સામાન્ય જનતાની ચિંતાઓ વચ્ચે મોદી સરકારના બીજા કાર્યકાળનુ પહેલુ પૂર્ણ બજેટ આજે રજૂ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે સરકાર આ બજેટમાં મધ્યમ વર્ગ માટે કંઈક મોટા એલાન કરી શકે છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ ફરીથી એક વાર ખાતાવહી સાથે જોવા મળ્યા.
ગયા વર્ષે, નિર્મલા સીતારમણે વર્ષો જૂની પરંપરાને તોડીને લેધર બેગની જગ્યાએ લાલ કપડામાં લપેટાયેલ ખાતાવહી સાથે સંસદમાં પ્રવેશ કર્યો હતો. નાણામંત્રી સાથે નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને મંત્રાયના અધિકારી પણ હાજર હતા. સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા દર વખતની જેમ નાણામંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. બજેટને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે અને હવે કેન્દ્રીય કેબિનેટમાં બજેટ પાસ થશે.
Delhi: Finance Minister Nirmala Sitharaman's family including her daughter Parakala Vangmayi arrive in Parliament. #Budget2020 pic.twitter.com/Pcm6Uc746j
— ANI (@ANI) February 1, 2020
બજેટની કોપીઓ સંસદ ભવન પહોંચવાની શરૂ થઈ ગઈ છે. બજેટ રજૂ કરતા પહેલા કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં સામાન્ય બજેટને મંજૂરી મળશે. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ 11 વાગે દેશનુ બજેટ રજૂ કરશે. આ પહેલા બજેટ માટે અનુરાગ ઠાકુરે કહ્યુ કે અમને દેશભરમાંથી સૂચનો મળ્યા અને સરકાર પ્રયત્ન કરી રહી છે કે આ બજેટ બધા માટે સારુ હોય.
જો તમારી વાર્ષિક આવક 20 લાખ રૂપિયા સુધી હોય તો આવતા વર્ષે તમારે આવકવેરામાં મોટી રાહત મળી શકે છે. સીએનબીસી આવાઝના સમાચારોની માનીએ તો 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ માં ટેક્સસ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવી શકે છે. નાણામંત્રી આ વખતે સામાન્ય બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે.
#WATCH Delhi: Finance Minister Nirmala Sitharaman and MoS Finance Anurag Thakur arrive at the Parliament, to attend Cabinet meeting; Presentation of Union Budget 2020-21 at 11 am pic.twitter.com/J217IqrVUr
— ANI (@ANI) February 1, 2020
આ પણ વાંચોઃ આર્થિક વિકાસની ગતિ ધીમી રહી પરંતુ ભારત હજુ મંદીથી દૂર છેઃ IMF MD