For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે નિર્ભયા માટે કાનૂની જંગ લડનાર વકીલ સીમા, જેમને પોતાના પહેલા કેસમાં જ જીત મળી

જાણો કોણ છે નિર્ભયા માટે કાનૂની જંગ લડનાર વકીલ સીમા, જેમને પોતાના પહેલા કેસમાં જ જીત મળી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સાત વર્ષ બાદ 20 માર્ચે આખરે નિર્ભયા સાથે દરિંદગી કરનાર ચાર દોષિતોને ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા. સાત વર્ષ સુધી નિર્ભયાના માતા-પિતાએ દીકરીને ઈંસાફ અપાવવા માટે જંગ લડી. આ જંગમાં માતા-પિતા સાથે દેશભરના લોકોની દુવાઓ હતી અને એક એવા વકીલનો સાથ હતો જેમણે હરેક ક્ષણે કેસને જીણવટપૂર્વક સમજ્યો. આ વકીલે ક્યારેય હાર ના માની. શુક્રવારે જ્યારે ચારેય હેવાનોને ફાંસીએ લટકાવવાાં આવ્યા ત્યારે આ વકીલને પણ પોતાના પહેલા કેસમાં જીત મળી.

દરેક ક્ષણે માતા-પિતા સાથે

દરેક ક્ષણે માતા-પિતા સાથે

સીમા સમૃદ્ધિ કેસ લડનાર એવા વકીલ છે જેઓ પાછલા કેટલાય વર્ષોથી નિર્ભયાના માતા-પિતા સાથે ઉભા રહ્યાં. એક ફેબ્રુઆરીએ નિર્ભયાના દોષી પવન, વિનય, અક્ષય અને મુકેશને સવારે છ વાગ્યે ફાંસી આપી દેવામાં આવશે. સીમા 24 જાન્યુઆરી 2014ના રોજ નિર્ભયા જ્યોતિ ટ્ર્સ્ટ સાથે જોડાઈ હતી. સીમાએ દિલ્હી યૂનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે અને ડિસેમ્બર 214માં સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે સામેલ થઈ.

આઈએએસની તૈયારી કરી રહી હતી

આઈએએસની તૈયારી કરી રહી હતી

સીમા બાળપણથી જ ભણવામાં બહુ હોશિયાર રહી છે. સીમાનું આઈએએસ બનવાનું સપનું હતું અને તે યૂપીએસસી પરીક્ષા આપવા માટે તૈયાર થઈ ચૂકી હતી. વર્તમાન સમયમાં તે સુપ્રીમ કોર્ટમાં એક પ્રેક્ટિસિંગ લૉયર છે. સીમા મુજબ નિર્ભયાનો કેસ લડવો તેના માટે પણ એક મોટો પડકાર હતો. નિર્ભયાના પરિવાર સાથે તેમના એક ભાવાત્મક સંબંધ છે, ખાસ કરીને તેની માતા સાથે.

સીમાએ કેસની તૈયારી કેવી રીતે કરી

સીમાએ કેસની તૈયારી કેવી રીતે કરી

સીમાએ કેસ લડતા પહેલા દરેક કાનૂની દાવપેચને જીણવટપૂર્વક તૈયાર કર્યા હતા. તેના દરેક પહેલુને સારી રીતે વાંચ્યા અને સમજ્યા. સીમા મુજબ આ કારણે જ તે કેસને એક તાર્કિક નિષ્કર્ષ પર લઈ જઈ શકે.જ્યારે કોર્ટે નિર્ભયાના દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું તો માની સાથે આ જંગ લડી રહેલ સીમા માટે પણ તે પળ ખુશીભરી હતી.

એક દીકરીનું વચન પૂરું કર્યું

એક દીકરીનું વચન પૂરું કર્યું

સીમા, ટ્વિટર પર પણ ઘણી એક્ટિવ છે. પાછલા કેટલાક દિવસોથી ક્યારેક નિર્ભયાના કોઈ દોષી તરફથી દયા અરજી મોકલવામાં આવતી તો ક્યારેક કોઈ દોષિ એમ કહીને કોર્ટ પહોંચી જતો ક તે ઘટના સમયે સગીર હતો. એક દોષીએ જ્યારે ફાંસીથી બચવા માટે દયા અરજી દાખલ કરી તો સીમાએ આના પર પણ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું, 'નિર્ભયા કેસમાં ચારેય અપરાધીઓને જલદી જ ફાંસી થશે. નિર્ભયાની માતા પિતાને એક દીકરીનું આ વાચન છે.'

Nirbhaya Case: ફાંસીના ફંદા સુધી કેવી રીતે પહોંચ્યા અપરાધી, આખી ટાઇમલાઇનNirbhaya Case: ફાંસીના ફંદા સુધી કેવી રીતે પહોંચ્યા અપરાધી, આખી ટાઇમલાઇન

English summary
Nirbhaya case: the woman lawyer who fought for justice know all about her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X