નિર્ભયા કેસઃ SCએ અક્ષયની પુનર્વિચાર અરજી ફગાવી, પિતાએ કહ્યુ અમે હજુ પણ સંતુષ્ટ નથી
સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર, 2012માં થયેલ નિર્ભયા બળાત્કાર અને હત્યાકાંડમાં દોષીતોના મોતની સજા યથાવત રાખવાના સર્વોચ્ચ અદાલતના 2017ના ચુકાદા સામે પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે. ચારમાંથી એક દોષી અક્ષય કુમાર સિંહે આ અરજી દાખલ કરી હતી. પીડિતાના પરિજનોએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ખુશી વ્યક્ત કરી છે. નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે કહ્યુ કે સુપ્રીમ કોર્ટે દોષીતોમાંથી એક અક્ષય કુમાર સિંહની સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. અમે હજુ પણ સંતુષ્ટ નથી. જ્યાં સુધી પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ડેથ વોરન્ટ જારી કરવામાં નહિ આવે અમે સંતુષ્ટ નહિ થઈએ.
નિર્ભયાની મા આશા દેવીએ કહ્યુ હતુ કે અમે ઘણા વર્ષોથી પોતાની દીકરીને ન્યાય મળવાની રાહ જોઈ રહ્યા છે. દૂર્ભાગ્યથી હજુ સુધી અમને ન્યાય નથી મળ્યો પરંતુઅમે હાર નહિ માનીએ. નિર્ભયા જ્યોતિ ટ્રસ્ટ દ્વારા અમારી લડાઈ ચાલુ રહેશે જેને મહિલાઓ સામે હિંસાને રોકવા માટે બનાવવામાં આવ્યુ છે.
Badrinath Singh, father of 2012 Delhi gang rape victim: Supreme Court has rejected the review petition (of one of the convicts - Akshay Kumar Singh). We are still not fully satisfied. Until a death warrant is issued by Patiala House Court, we will not be content. pic.twitter.com/NsmiSx4mXW
— ANI (@ANI) 18 December 2019
પિતા બદ્રીનાથ સિંહે કહ્યુ હતુ કે પોતાની દીકરીના દોષિતોને ફાંસી આપવાની અમારી માંગને લોકો પાસેથી મળેલા સમર્થને અમને આગળ વધવા માટે પ્રેરિત કર્યા. આ ખૂબ જ દૂર્ભાગ્ય પૂર્ણ છે કે ઘટનાના સાત વર્ષ બાદ પણ આપણે દોષિતોને મોતની સજા નથી આપી શક્યા. અમે તેમને સજા મળવાની રાહ જોઈ રહ્યા છે. લોકોના સાથ માટે હું તેમનો આભાર માનવા ઈચ્છુ છુ.
આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ બળાત્કારી અક્ષયની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી