For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 દિવસમાં નિર્મલા સીતારમણની ત્રીજી પ્રેસ કૉન્ફરન્સ, કર્યા ઘણા મોટા એલાન કહ્યુ, ચિંતાની વાત નથી

નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કહ્યુ છે કે દેશની આર્થિક સ્થિતિ વિશે ચિંતા કરવાની જરૂર નથી.

|
Google Oneindia Gujarati News

નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કહ્યુ છે કે દેશની આર્થિક સ્થિતિ વિશે ચિંતા કરવાની જરૂર નથી. મોંઘવારી નિયંત્રણમાં છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ સુધારો થયો છે. દેશની અર્થવ્યવસ્થામાં મંદીના સંકેતો વચ્ચે શનિવારે બપોરે પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં સીતારમણે આ વાત કહી છે. આ દરમિયાન તેમણે ઘણા મોટા એલાન કર્યા છે. અર્થવ્યવસ્થામાં મંદીના સંકેતો વચ્ચે ગયા 1 મહિનાથી પણ ઓછા સમયમાં આજે ત્રીજી વાર નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરન્સ કરી છે.

Nirmala Sitharaman

નાણામંત્રીએ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે તેમની સરકાર ઈ એસેસમેન્ટ સ્કીમ શરૂ કરશે. એસેસમેન્ટમાં કોઈ હસ્તક્ષેપ નહિ કરે. આ ફાળવણી સંપૂર્ણપણે ઑટોમેટિક હશે. સીતારમણે પાર્શલ ક્રેડિટ ગેરેન્ટી સ્કીમનુ એલાન કર્યુ છે જેનાથી બેંક પોતાની સંપત્તિ વધારી શકે. નાણામંત્રીએ કહ્યુ કે 19 સપ્ટેમ્બરના રોજ અમે બધી સરકારી બેંકોના હેડને મળીશુ અને ચર્ચા કરીશુ.

સીતારમણે કહ્યુ, ફિક્સ્ડ ઈનવેસ્ટમેન્ટમા ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. જુલાઈના બજેટમાં અમે રાજકોષીય ખાધનો ઉલ્લેખ કર્યો હતો. એફડીઆઈ ફ્લો વિશે અમે ઘણી વાત કરી ચૂક્યા છે. અત્યાર સુધી આમાં સુધારો જ થયો છે. ઓગસ્ટમાં આમાં ઘણો સુધારો જોવામાં આવ્યો છે. દેશના મોટાભાગના સેક્ટરોમાં મંદી અને નોકરીઓ જવાના ડર વચ્ચે નાણામંત્રીની 21 દિવસમાં ત્રીજી પ્રેસ કૉન્ફરન્સ છે. નાણામંત્રીએ 23 ઓગસ્ટના રોજ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં વિદેશી રોકાણકારો પર લાગતા અધિક સરચાર્જને હટાવી અને બેંકોને 70,000 કરોડ રૂપિયાની પૂંજી ઉપલબ્ધ કરાવવાની ઘોષણા કરી હતી. 30 ઓગસ્ટના રોજ તેમણે એક પ્રેસ કૉન્ફરન્સ દ્વારા બેંકિંગ સેક્ટર માટે ઘણા મોટા એલાન કર્યા હતા. આમાં 10 સરકારી બેંકો (પીએસબી)ને મિલાવીને ચાર બેંક બનાવવાની મોટી ઘોષણા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સલમાન ખાનના 55 લાખનુ ઘર આપવાના સમાચારનુ સત્ય જણાવ્યુ રાનુ મંડલેઆ પણ વાંચોઃ સલમાન ખાનના 55 લાખનુ ઘર આપવાના સમાચારનુ સત્ય જણાવ્યુ રાનુ મંડલે

English summary
Nirmala Sitharaman addresses the media in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X