For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીવ કુમારનો દાવો, વર્ષ 2017-18માં 17 લાખ લોકોને રોજગાર મળ્યું

રાજીવ કુમારનો દાવો, વર્ષ 2017-18માં 17 લાખને રોજગારી મળી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એક બાજુ જ્યાં તમામ વિપક્ષી દળ બેરોજગારી મુદ્દાને લઈને કેન્દ્ર સરકારને ઘેરવાના પ્રયાસમાં લાગી ગયો છે ત્યારે બીજી બાજુ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે દાવો કર્યો કે વર્ષ 2017-18માં 70 લાખ નવા રોજગારનું સર્જન થયું છે. જેવી રીતે વિપક્ષે આરોપો લગાવ્યો છે કે હાલની સરકાર રોજગાર રહિત વિકાસ કરી રહ્યો છે, તેને નીતિ આયોગના ઉપાધ્યક્ષે ફગાવી દીધો છે. એટલું જ નહિ, રાજીવ કુમારે કહ્યું કે ટ્રાન્સપોર્ટ વાહનોના વેચાણમાં પણ વધારો થયો છે.

ઈપીએફઓના આંકડા

ઈપીએફઓના આંકડા

રાજીવ કુમારે કહ્યું કે જેવી રીતે મોટી સંખ્યામાં મુદ્રા લોનનું વિતરણ કરવામાં આવ્યું છે, તે બાદ ઈપીએફઓના આંકડા આ વાત પર સ્પષ્ટ ઈશારો કરે છે કે રોજગાર અને સ્વરોજગાર સર્જનના પર્યાપ્ત અવસર પાછલા ચાર વર્ષમાં એનડીએ સરકારના કાર્યકાળમાં આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે વાયદો કર્યો હતો કે તેઓ દર વર્ષે બે કરોડ રોજગારનું સર્જન કરશે, જે એક મજાક સમાન સાબિત થયું.

મનમોહન સિંહના દાવાને ફગાવ્યો

મનમોહન સિંહના દાવાને ફગાવ્યો

રાજીવ કુમારે કહ્યું કે પૂરા સન્માન સાથે કહેવા માગું છું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રોજગાર સર્જનના આંકડાને સામે નહોતા રાખ્યા. મને લાગે છે કે આ આરોપો પાયાવિહોણા છે, મને લાગે છે કે આગામી સમયમાં વધુ રોજગાર સર્જન માટે ચર્ચા થવી જોઈએ. પાછલા કેટલાક સમયમાં ટ્રક, ઑટો રિક્શાના ઉત્પાદનમાં વધારો થયો છે. કુમારે કહ્યું કે ઈપીએફઓના આંકડા મુજબ 2017-18માં 70 લાખ રોજગારનું સર્જન કરવામાં આવ્યું છે.

આ તર્ક આપ્યો

આ તર્ક આપ્યો

નીતિ આયોગના ઉપાધ્યક્ષે કહ્યું કે જો દેશમાં રોજગારી વધી રહી હતી તો શેર અને ગામમાં ભાડાંમાં પણ ઘટાડો થવો જોઈતો હતો, પરંતુ એવું નથી થઈ રહ્યું. એવામાં આ વાતનો શું આધાર છે કે દેશમાં રોજગાર રહિત વિકાસ થઈ રહ્યો છે. એમણે કહ્યું કે આ દાવાની પાછળ નકારાત્મક રાજનીતિ છે અને આ આર્થિક સચ્ચાઈને સામે નથી રાખતા. એમણે કહ્યું કે અમે ખેડૂતોની એમએસપીને બહુ વધુ વધારી છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા બહુ વધારે છે અને ખેડૂતોની આવકમાં વધારો થયો છે.

રિમોટ કંટ્રોલની જેમ કામ કરતા હતા જસ્ટીસ દીપક મિશ્રાઃ જસ્ટીસ કુરિયનરિમોટ કંટ્રોલની જેમ કામ કરતા હતા જસ્ટીસ દીપક મિશ્રાઃ જસ્ટીસ કુરિયન

English summary
NITI Ayog Vice Chairman claims NDA government created 70 lakh jobs in 2017-18.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X