For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવેન્દ્ર ફડણવીસનો ખેલ ગડકરી કેમ ખરાબ કરી રહ્યાં છે?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઓક્ટોબર: મંગળવારે નિતિન ગડકરીએ કહ્યું હતું કે તે દિલ્હીમાં ખુશ છે અને તે મહારાષ્ટ્ર પરત આવવા માટે ઇચ્છુક નથી પરંતુ હવે તેમણે પીટીઆઇને કહ્યું કે પાર્ટી જે જવાબદારી સોંપશે, તેને મંજૂર કરીશ. મતલબ કે હવે નિતિન ગડકરી મુખ્યમંત્રીની રેસમાં સામેલ થઇ ચૂક્યા છે. હવે અહીંયા પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે મુખ્યમંત્રીની રેસમાં સામેલ થઇને નિતિન ફડકરી દેવેન્દ્ર ફડણવીસનો ખેલ કેમ ખરાબ કરી રહ્યાં છે?

મંગળવારે નિતિન ગડકરીએ નાગપુર પહોંચતાં પહેલાં લગભગ એ તો નક્કી થઇ ગયું હતું કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બનશે. નિતિન ગડકરીએ પોતેએ પણ કહ્યું હતું કે તે દિલ્હીમાં ખુશ છે પરંતુ હવે પીટીઆઇના અનુસાર નિતિન ગડકરી સીએમની રેસમાં સામેલ થઇ ચૂક્યાં છે.

પીટીઆઇમાં નિતિન ગડકરીએ કહ્યું કે પાર્ટીનું કેન્દ્રિય નેતૃત્વ મને જે જવાબદારી સોંપશે, તેને ઉઠાવવા માટે હું તૈયાર છું. નિતિન ગડકરીના આ નિવેદન બાદ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે કેમ નિતિન ગડકરી ઇચ્છે છે કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીમ બને?

devendra-nitin

વરિષ્ઠ પત્રકાર રવિકિરણ દેશમુખે જણાવ્યું હતું કે બંને વચ્ચે કોલ્ડ વોર છે. તમને જણાવી દઇએ કે નિતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ બંને વિદર્ભ વિસ્તારથી આવે છે અને માનવામાં આવે છે કે આ વિસ્તારમાં બંનેના પોત પોતાના જૂથ છે. એવામાં નિતિન ગડકરીની ટુકડીને લાગી રહ્યું છે કે જો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બની ગયા તો પછી પછી ખરાબ દિવસો આવી જશે.

ભાજપના ધારાસભ્ય કૃષ્ણા ખોપરેએ કહ્યું કે નિતિન ગડકરી માટે પોતાની સીટ છોડવા માટે તૈયાર છું. નિતિન ગડકરીની ટુકડીના 40થી વધુ ધારાસભ્ય તેમને મુખ્યમંત્રી બનાવવા માટે રીતસર અભિયાન ચલાવી રહ્યાં છે. પરંતુ રાજ્યના બિજા ભાજપના નેતા આ મુદ્દે ખુલીને બોલવાથી બચી રહ્યાં છે.

English summary
The stance of some Vidarbha MLAs insisting on Nitin Gadkari as the chief minister of Maharashtra is being seen as a pressure tactic by the Gadkari faction to get a CM of their choice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X