ગાંધીજીના મૂંગા વાંદરા સાથે વડાપ્રધાનની સરખામણી કરતા ગડકરી

nitin gadkari
નવી દિલ્હી, 26 નવેમ્બર: પશ્ચિમ દિલ્હીના જનકપુરીમાં ભાજપના ઉમેદવાર જગદીશ મુખી દ્વારા આયોજીત સભામાં દિલ્હી ભાજપ પ્રભારી નિતિન ગડકરીએ પણ હાજરી આપી હતી. જગદીશ મુખીનીસભામાં નિતિન ગડકરીને સાંભળવા માટે ઘણા લોકો આવી પહોંચ્યા હતાં. નિતિન ગડકરીએ પોતાના ભાષણમાં વડાપ્રધાન મનમોહન સિંહ પર ખૂબ જ ટિખળ કરી.

નિતિન ગડકરીએ સભાને સંબોધિત કરતા જણાવ્યું કે 'કોંગ્રેસ મૂડિવાદીઓને દિલાસો આપે છે અને ગીરીબી હટાઓના સૂત્રોચ્ચાર કરે છે, હવે તો સરદાર પણ કહે છે કે આ હવે ઓરિજિનલ નથી દેખાતા, કોંગ્રેસે દેશનો સત્યનાશ વાળી દીધો છે, મારા મોબાઇલ પર એક જોક્સ આવ્યો કે મહાત્મા ગાંધીએ ચિત્રગુપ્તને પૂછ્યું કે મારા ત્રણેય વાંદરા કેવા છે? તો ચિત્રગુપ્તે જણાવ્યું કે મજામાં છે. જે આંધળો હતો તે કાયદો બની ગયો અને જે મૂંગો હતો તે તો સૌથી વધારે મજા કરે છે અને નવ વર્ષથી વડાપ્રધાનના હોદ્દા પર છે.'

જગદીશ મુખીએ જનસભાને સંબોધિત કરતા લોકોને જણાવ્યું કે 'કોંગ્રેસ કોઇને પણ ટિકિટ આપી શકે છે અને ક્ષેત્રની જનતાની સાથે અન્યાય કરી શકે છે. લોકોને મન બનાવી લીધું છે કે બાહરી વ્યક્તિ સ્વીકાર થશે અને આ વખતે મારું માર્જિન બેવડું રહેશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X