For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે ઘર ન સંભાળી શકે તે દેશ પણ ન સંભાળી શકેઃ નીતિન ગડકરી

જે ઘર ન સંભાળી શકે તે દેશ પણ ન સંભાળી શકેઃ નીતિન ગડકરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પાછલા કેટલાક સમયથી સતત એવાં નિવેદનો આપી રહ્યા છે જે પાર્ટીથી વધુ વિપક્ષીદળ પસંદ કરે છે. ફરી એકવાર તેમણે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીએ એક નિવેદનમાં કહ્યું કે પાર્ટી કાર્યકર્તાઓએ પોતાની ઘરેલૂ જવાબદારીઓ પૂરી કરવી જોઈએ કેમ કે જે લોકો આવું નથી કરતા, તેઓ દેશ પણ નથી સંભાળી શકતા. ગડકરીએ શનિવારે નાગપુરમાં ભાજપની વિદ્યાર્થી વિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ કાર્યકર્તાઓની એક સભાને સંબોધિત કરતા આ વાત કહી છે.

એબીવીપીના પૂર્વ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું

એબીવીપીના પૂર્વ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, "હું એવા કેટલાય લોકોને મળ્યું છે કે અમે ભાજપ માટે દેશ માટે અમારું જીવન સમર્પિત કરવા ઈચ્છીએ છીએ. એવા જ એક વ્યક્તિને મેં પૂછ્યું કે તમે શું કરો છો અને તમારા પરિવારમાં કોણ કોણ છે. તેમણે કહ્યું કે મેં મારી દુકાન બંધ કરી દીધી છે કેમ કે તે ઠીક રીતે નહોતી ચાલતી.. મારા ઘરમાં પત્ની અને બાળકો છે."

ગડકરી બોલ્યા- પહેલા તમારું ઘર સંભાળો

ગડકરી બોલ્યા- પહેલા તમારું ઘર સંભાળો

ગડકરીએ આગળ કહ્યું, "તેમની વાત સાંભળ્યા બાદ મેં તેમને કહ્યું કે તમે તમારા ઘરને પહેલા સંભાળો, કેમ કે જે ઘર ન સંભાળી શકે તે દેશની પણ દેખરેખ ન કરી શકે. માટે પહેલા તમારું ઘર સંભાળો, બાળકોની દેખરેખ ઠીક રીતે કરો, પછી પાર્ટી અને દેશ માટે કામ કરો."

નાગપુરમાં કાર્યક્રમ દરમિયાન બોલ્યા ગડકરી

નાગપુરમાં કાર્યક્રમ દરમિયાન બોલ્યા ગડકરી

આવું પહેલીવાર નથી બન્યું જ્યારે નીતિન ગડકરીએ આવા પ્રકારનું નિવેદન આપ્યું હોય. થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે સપનાં જોનારા નેતા લોકોને પસંદ આવે છે, પરંતુ દેખાડેલા સપનાં જો પૂરાં નથી થતાં તો જનતા તેમની પિટાઈ પણ કરે છે, માટે એવાં જ સપનાં દેખાડવાં જોઈએ જે પૂરાં થઈ શકે છે.

મમતા સરકાર સામે CBIની અરજી પર SC: ‘પુરાવા લાવો અમે કાર્યવાહી કરીશુ'મમતા સરકાર સામે CBIની અરજી પર SC: ‘પુરાવા લાવો અમે કાર્યવાહી કરીશુ'

English summary
Nitin Gadkari says Those Who Can not Take Care Of Home Can't Manage Country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X