નિતિશના નિશાના પર મોદી, 'ક્યાં છે આપની પ્રાથમિકતાઓ'
બિહાર, 13 નવેમ્બર: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીયૂના વરિષ્ઠ નેતા નિતિશ કુમારે નરેન્દ્ર મોદી પર જુબાની હુમલો કર્યો છે. નિતિશ કુમારે જણાવ્યું કે આદરણીય નરેન્દ્ર મોદીએ જે વચન આપ્યું હતું તે હવે ભૂલી ગયા છે. નવી સરકાર બનતા પહેલા નરેન્દ્ર મોદીએ જે પ્રાથમિકતાઓ ગણાવી હતી, તે ક્યાં છે?
નિતિશ બિહાર જનસંપર્ક યાત્રા દરમિયાન એક સભામાં પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. આ અવસર પર નિતિશે વડાપ્રધાન મોદીનો ઉપહાસ કરતા જણાવ્યું કે મે તેમના ભાષણની રેકોર્ડિંગ ચલાવી. જેમાં નરેન્દ્ર મોદી બિહારને વિશેષ દરજ્જો અને સહાયતા પેકેજ આપવાની વાત કરી રહ્યા હતા. તેમણે આ રેકોર્ડિંગની પૂરી થવા સુધી જણાવ્યું કે નવી સરકાર બનતા પહેલા નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું.

બિહારના પૂર્વ મુખ્યમંત્રી નિતિશ કુમારે વડાપ્રધાનના પૂર્વ ભાષણોની રેકોર્ડિંગને ચલાવડાવી. ભરી સભામાં જેડીયૂના વરિષ્ઠ નેતા નિતિશ કુમાર પોતાની જનસંપર્ક યાત્રાના કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. નિતિશ કુમારની આ યાત્રાને બિહાર વિધાનસભા ચૂંટણી માટેનું પહેલું રણશીંગુ માનવામાં આવી રહ્યું છે. નિતિશ કુમારની સંપર્ક યાત્રા 29 નવેમ્બર સુધી ચાલશે.












Click it and Unblock the Notifications
