For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશ કુમાર CM, તેજસ્વી DyCM અને સ્પીકર કોંગ્રેસના રહેશે, જાણો બિહારની નવી સરકારનો ફોર્મ્યુલા

બિહારમાં જનતા દળ યુનાઇટેડ (JDU) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે હવે જંગ છે. બંનેના રસ્તા હવે અલગ થઈ ગયા છે. નીતિશ કુમારે મહાગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. આજે સાંજે તેઓ રાજ્યપાલને મળશે.

|
Google Oneindia Gujarati News

પટના, 09 ઓગસ્ટ : બિહારમાં જનતા દળ યુનાઇટેડ (JDU) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે હવે જંગ છે. બંનેના રસ્તા હવે અલગ થઈ ગયા છે. નીતિશ કુમારે મહાગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. આજે સાંજે તેઓ રાજ્યપાલને મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. નીતીશ કુમાર હવે રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસની મદદથી સરકાર બનાવી શકે છે.

નાયબ મુખ્યમંત્રી બની શકે છે તેજસ્વી યાદવ

નાયબ મુખ્યમંત્રી બની શકે છે તેજસ્વી યાદવ

કહેવામાં આવી રહ્યું છે કે, નવી ગઠબંધન સરકારમાં નીતીશ કુમાર મુખ્યમંત્રી તરીકે ચાલુ રહે તેવી શક્યતા છે. તેમજ તેજસ્વી યાદવ નાયબમુખ્યમંત્રી બની શકે છે.

આ સાથે કોંગ્રેસના દરબારમાં સ્પીકરનું પદ મળવાની પણ શક્યતા છે. જોકે, હજૂ સુધી આ અંગે કોઈ સત્તાવારસમર્થન નથી. મુખ્યમંત્રી નીતિશ કુમારની મહામહિમ સાથેની મુલાકાત બાદ તસવીરો સ્પષ્ટ થશે.

JDUના ધારાસભ્યએ આપ્યું સમર્થન

JDUના ધારાસભ્યએ આપ્યું સમર્થન

આવા સમયે, આ પહેલા આજે JDUની બેઠકમાં, પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રી નીતિશ કુમારના નિર્ણયનું સમર્થનકર્યું હતું અને જણાવ્યું હતું કે, તેઓ તેમની સાથે છે. તેમણે જણાવ્યું હતું કે, તે જે પણ નિર્ણય લેશે, તે હંમેશા તેમની સાથે રહેશે.

આવી રહ્યા છે લાલટેનધારી

આવી રહ્યા છે લાલટેનધારી

લાલુની પુત્રી રોહિણી આચાર્યએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, રાજ્યાભિષેકની તૈયારી કરો, લાલટેનધારી આવી રહ્યા છે. આ પહેલાબીજેપી-જેડીયુ વચ્ચેના વિવાદ પર બિહાર સરકારના મંત્રી શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે, મને આ અંગે કોઈ માહિતી મળી નથી. હું પટનાજાઉં છું. અમે દિવસ-રાત મહેનત કરીને ઉદ્યોગને પાટા પર લાવ્યા છીએ, અમને આશા છે કે, ઉદ્યોગ પાટા પર રહેશે. હું 3 વાગ્યાનીફ્લાઈટથી પટનાથી નીકળી રહ્યો છું.

English summary
Nitish Kumar CM, Tejashwi DyCM and Speaker will be Congress, know the formula of Bihar's new government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X