Nitish Kumar: પલટીબાજ છે નીતીશ કુમાર, જાણો ક્યારેક કોને આપ્યો સાથ?
Nitish Kumar: બિહારના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપી દીધુ છે. આ સાથે નીતીશ કુમારના નેતૃત્વવાળી જનત દળ યુનાઇટેડ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે ગઠબંધન થઇ ચુક્યું છે.
નીતિશ કુમાર આ નવી સરકારના મુખ્યમંત્રી હશે. જ્યારે બિહાર ભાજપે સમ્રાટ ચૌધરીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા છે. નીતિશ કુમાર 28 જાન્યુઆરીએ સવારે રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સુપરત કર્યું હતું.

નીતિશ કુમારનું મન ક્યારે બદલાયું?
1994 - લાલુ યાદવ સાથે મતભેદોને કારણે જનતા દળ છોડીને સમતા પાર્ટી બનાવી હતી.
1996 - ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનમાં આવ્યા હતા.
1998 - જનતા દળ યુનાઇટેડની રચના કરવા માટે સમતા પાર્ટીનું વિલીનીકરણ, ભાજપ સાથે એનડીએનું અભિન્ન અંગ રહ્યું.
2013 - નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાથી નારાજ થઈને ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું.
2014 - લોકસભાની ચૂંટણી એકલા હાથે લડી અને ખરાબ રીતે હાર્યા. બિહારના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું.
2015 - લાલુ યાદવની પાર્ટી એનડીએ સાથે મહાગઠબંધન કરીને સત્તામાં આવી.
2017 - ભ્રષ્ટાચારના મુદ્દે મહાગઠબંધનથી અલગ થઈને ભાજપ સાથે સરકાર બનાવી.
2022 - ભાજપથી અલગ થઈને ફરીથી આરજેડીમાં જોડાયા.
2024 - આરજેડીથી અલગ થઈને બીજેપી કેમ્પમાં જોડાયા.












Click it and Unblock the Notifications
