For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશ કુમાર નવેમ્બરમાં પાકિસ્તાન જશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nitish-kumar
પટના, 17 ઑક્ટોબર: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આવતા મહિને પાકિસ્તાન જનારા મંત્રીઓના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે. મળતી મહિતી મુજબ 9 થી 16 નવેમ્બર સુધી પાકિસ્તાની યાત્રાએ જનાર આ પ્રતિનિધી મંડળ ત્યાંના કેટલાક મુખ્યમંત્રીઓ દ્રારા આપવામાં આવેલા આમંત્રણ પર પડોશી દેશની મુલાકાતે જઇ રહ્યું છે. નીતિશ કુમારના નેતૃત્વમાં પાકિસ્તાન જનાર આ મંત્રીમંડળમાં બિહારના મંત્રીઓમાં રેણૂ કુમારી અને સુખદા પાંડે, જનતા દળ યૂનાઇટેડના સાંસદ એન કે સિંહ અને પ્રદેશના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અન રાજ્ય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષનો પણ સમાવેશ થાય છે.

પાકિસ્તાનની યાત્રા દરમિયાન આ મંત્રીમંડળ કરાંચી, લાહોર, અને ઇસ્લામાબાદ જેવા શહેરોની મુલાકાત લેશે અને ત્યાંથી વાધા બોર્ડરથી ભારત ફરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાની યાત્રા દરમિયાન બિહારમાં વર્ષ 2005માં સત્તામાં આવ્યા પછી અહીં કરવામાં આવેલા વિકાસ કાર્યો વિશે ત્યાંના લોકોને કહેશે.

ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ મહીનામાં બિહારની મુલાકાતે આવેલા 18 સંસદીય પાકિસ્તાની પ્રતિનીધી મંડળે પંબાજના મુખ્યમંત્રી અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઇ શાહનવાઝ શરીફ તરફથી નીતિશને પાકિસ્તાન આવવા માટે આમંત્રણ આપ્યું હતું.

English summary
Bihar Chief Minister Nitish Kumar will head a high-level delegation of ministers and officials to Pakistan next month to tell the "turnaround" story of the state there.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X