For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેબસાઇટો પર કમેન્ટ કરવા પર પરવાનગી વગર ધરપકડ નહીં: SC

|
Google Oneindia Gujarati News

supreme court
નવી દિલ્હી, 16 મે: સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર વાંધાજનક ટિપ્પણી માટે ઇન્ફર્મેશન ટેકનોલોજી અધિનિયમની ધારા 66 એ અંતર્ગત કોઇ વ્યક્તિની ધરપકડ કરવા માટે પોલિસ કમિશ્નરના સ્તરના અધિકારીની પરવાનગી લેવી જરૂરી બનશે.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બી એસ ચૌહાન તથા ન્યાયાધીશ દીપક મિશ્રાની અવકાશ પીઠે શ્રેયા સિંઘલની અરજી પર સુનવણી કરતા આ આદેશ જાહેર કર્યો. શ્રેયાએ કાર્યકર્તા જયા વિંધ્યાલયની ધરપકડની સામે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમને આંધ્ર પ્રદેશના એક વિધાયકની ફરિયાદ પર આઇટી અધિનિયમ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.

પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબરટીઝની કાર્યકર્તા જયા પર પોતાના ફેસબુક ટાઇમલાઇનમાં ચિરાલાના વિધાયક અમાંચી કૃષ્ણા મોહન તથા તમિલનાડૂના રાજ્યપાલ કે. રોસૈયાની સામે વાંધાજનક ટિપ્પણી લખવાનો આરોપ છે. પોલીસે જયાની સામે આઇટી અધિનિયમની કલમ 66 એ અને ભારતીય દંડ સંહિતાની ધારા 120 બી લગાવી હતી.

ન્યાયાલયના આદેશ ઉપરાંત મહાધિવક્તા સિદ્ધાર્થ લૂથરા દ્વારા કોર્ટને એ જણાવ્યા બાદ આવ્યું કે કેન્દ્ર સરકારે આઇટી અધિનિયમની ધારા 66 એ અંતર્ગત નોંધવામાં આવતી ફરિયાદ પર પોલીસની કાર્યવાહીથી પહેલા પ્રતિક્રિયાઓને લઇને આ વર્ષે 9 જૂને રાજ્યોને પરામર્શ જારી કર્યો હતો.

આઇટી અધિનિયમની ધારા 66એ સંચાર સેવાના માધ્યમથી આવા સંદેશ મોકલવા પર દંડાત્મક જોગવાઇ પણ છે, જેમાં લોકોને અસુવિધા, ગુસ્સો, ખીજ, અપમાન વગેરે અનુભવ થાય અથવા સંદેશ ખરાબ નિયત અથવા નફરતથી મોકલવામાં આવ્યો હોય.

English summary
No arrest for posts on social sites without permission: Supreme Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X