For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી પોલિસઃ સીલમપુર હિંસામાં ઘાયલ થયા 21 લોકો, નથી ચલાવી ગોળીઓ

સીલમપુરની ઘટના પર દિલ્લી પોલિસના જોઈન્ટ કમિશ્નર આલોક કુમારે જણાવ્યુ કે કુલ 21 લોકો ઘાયલ થયા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીના જામિયા બાદ હવે સીલમપુર વિસ્તારમાં મંગળવારે નાગરિકતા કાયદાના વિરોધમાં હિંસક પ્રદર્શન થયુ. પ્રદર્શનકારીઓએ જોરદાર તોડફોડ કરી. પ્રદર્શન દરમિયાન લોકોએ પોલિસ પર જોરદાર પત્થરમારો કર્યો. આમાં અમુક પોલિસકર્મી ઘાયલ પણ થયા છે. હવે સીલમપુરની ઘટના પર દિલ્લી પોલિસના જોઈન્ટ કમિશ્નર આલોક કુમારે જણાવ્યુ કે કુલ 21 લોકો ઘાયલ થયા છે જેમાંથી 12 દિલ્લી પોલિસના જવાન છે અને 2 રેપિડ એક્શન ફોર્સના છે. 5 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. 2 પોલિસ બૂથને નુકસાન થયુ છે. પોલિસ દ્વારા કોઈ લાઠીચાર્જ કરવામાં આવ્યો નથી.

સીલમપુરમાં સ્થિતિ નિયંત્રણમાં

સીલમપુરમાં સ્થિતિ નિયંત્રણમાં

દિલ્લી પોલિસના જોઈન્ટ કમિશ્નર આલોક કુમારે સીલમપુરની ઘટના પર કહ્યુ કે કોઈ ગોળી ચલાવવામાં આવી નથી માત્ર અશ્રુ ગેસના ગોળા છોડવામાં આવ્યા છે. હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં છે. અમુક પોલિસકર્મીઓ ઘાયલ છે. બે સરકારી બસો, એક રેપિડ એક્શન ફોર્સની બસ અને અમુક બાઈક્સને પ્રોટેસ્ટના કારણે નુકશાન થયુ છે. વળી, દિલ્લી પોલિસના પઆરઓ એમએસ રંધાવાએ જણાવ્યુ છે કે સીલમપુરમાં સ્થિતિ નિયંત્રણમાં છે. અમે સતત મોનિટરીંગ કરી રહ્યા છે. જે જગ્યાએ ધટના બની તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ શોધવામાં આવી રહ્યા છે. સાથે સાથે વીડિયો રેકોર્ડિંગ ચાલુ છે. હિંસામાં શામેલ કોઈ પણ વ્યક્તિને બખ્શવામાં આવશે નહિ.

હિંસાનુ પ્લાનિંગ કરવામાં આવ્યુ

વળી, મીડિયામાં ચાલી રહેલ સમાચાર અનુસાર દિલ્લી પોલિસનુ કહેવુ છે કે સીલમપુર-જાફરાબાદમાં હિંસાનુ પ્લાનિંગ કરવામાં આવ્યુ છે. અમે પહેલેથી જ ડ્રોનથી વિસ્તારો અને પ્રદર્શન પર નજર રાખી રહ્યા હતા પરંતુ જેવુ ડ્રોન બંધ થયુ, અમુક ઉપદ્રવીઓએ પત્થરમારો શરૂ કરી દીધો. આ હિંસામાં બે લોકોની સ્થિતિ ગંભીર છે જેમાં એક પોલિસકર્મી અને એક પ્રદર્શનકારી છે. સરકારી કામમાં બાધા, સરકારી કર્મચારી પર હુમલો, સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડવા અને હુલ્લડ ભડકાવવાની કલમોમાં કેસ નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ નાગરિકતા કાનૂનઃ રાષ્ટ્રપતિને મળ્યા વિપક્ષી દળના નેતા, સોનિયાએ કહ્યું- આગ વધુ ફેલાવવાનો ડર છેઆ પણ વાંચોઃ નાગરિકતા કાનૂનઃ રાષ્ટ્રપતિને મળ્યા વિપક્ષી દળના નેતા, સોનિયાએ કહ્યું- આગ વધુ ફેલાવવાનો ડર છે

વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયા

વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયા

ધરપકડ કરાયેલ લોકો પર 147, 148, 149, 186, 332, 353 અને કલમ 3 અને 4 પબ્લિક પ્રોપર્ટીને નુકશાન પહોંચાડવાની કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. કુલ 21 લોકો ઘાયલ થયા છે જેમાં 12 પોલિસકર્મી અને અન્ય લોકો છે. બાકી 3 આરએએફના જવાન ઘાયલ છે.

English summary
No bullet has been fired, Situation is under control now said delhi Police on Seelampur incident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X