મોદી અને રાહુલમાં સીધી સ્પર્ધા શક્ય નથી: થરૂર
ભોપાલ, 25 ફેબ્રુઆરી: કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ રાજ્યપ્રધાન શશિ થરૂરે આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પ્રધાનમંત્રી પદ માટેની સીધી સ્પર્ધાનો ઇનકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે સંસદીય લોકતંત્રમાં આવું થવું સંભવ નથી.

શશિ થરૂરને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદ માટે તેઓ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે કોઇ સીધી સ્પર્ધા જુએ છે? તેમણે નામ લીધા વિના જણાવ્યું હતું કે તેમની પાર્ટીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ છે અને જો જનતા અમારી પાર્ટીની પસંદગી કરે છે તો તેમાંથી એક દેશનો પ્રધાનમંત્રી બનશે.












Click it and Unblock the Notifications
