લોકસભામાં પણ લાગ્યા "વી વોન્ટ જસ્ટિસ"ના નારા, કારણ છે આ

Posted By:
Subscribe to Oneindia News

લોકસભામાં ચાર ચાર અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ અને ભારે વિરોધ બાદ હાલ તેની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાછલા થોડા સમયથી લોકસભામાં સતત વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. કેન્દ્રમાં બેઠેલી નરેન્દ્ર મોદી સરકાર માટે સોમવારે એક વધુ અવિશ્વાસ પ્રસ્તાવ નોટિસ રજૂ કરવામાં આવી હતી. સીપીએમએ લોકસભામાં ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા નોટિસ આપી હતી. સીપીએમના સાંસદ મોહમ્મદ સલીમ એનડીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર 27 માર્ચે કાર્યવાહી કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. સીપીએમ પહેલા વાઇએસઆર કોંગ્રેસ, ટીડીપી અને કોંગ્રેસ પાર્ટીએ પણ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માટે નોટિસ મોકલ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિપક્ષના ભારે વિરોધના પગલે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. લોકસભામાં ધારાસભ્યોએ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા.

loksabha

કેન્દ્ર સરકારના નિવેદન પર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા તૈયાર છે. જો કે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવથી મમતા બેનર્જીએ દૂરી બનાવી લીધી છે. બીજી તરફ લોકસભામાં આજે સવારે જ્યારે સદનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના સાંસદોએ પોતાનું વ્હિપ ચાલુ રાખ્યું હતું. નોંધનીય છે કે સીપીએમ સિવાય વાઇએસઆર કોંગ્રેસ, ટીડીપી અને કોંગ્રેસ પછી સીપીએમ એ પણ અવિશ્વાસ પ્રસ્તાવ માટે નોટિસ આપ્યું છે. જો કે આજે સવારથી જ માનવામાં આવતું હતું અવિશ્વાસના પ્રસ્તાવના કારણે લોકસભા અને રાજ્યસભામાં હંગામો થશે. અને તે મુજબ જ લોકસભામાં ભારે હંગામા પછી 12 વાગ્યા સુધી લોકસભા સ્થગિત કરવામાં આવી છે.

English summary
No Confidence Motion Congress TDP YSR CPM against Narendra Modi Govt at Parliament Budget Session.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.