UPAને સમર્થન અંગે હાલ કોઇ નિર્ણય નહીં : માયાવતી

માયાવતીએ જણાવ્યું કે મંગળવાર અને બુધવારે યોજાયેલી પાર્ટીની બેઠકમાં કાર્યકર્તાઓએ આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર તેમની ઉપર છોડી દીધો છે. આથી ટૂંક સમયમાં હું દેશ અને જનતાના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લઇશ.
આ પહેલા મંગળવારે લખનૌમાં બીએસપીની સંકલ્પ મહારેલીમાં માયાવતીએ જણાવ્યું હતું કે આજે લખનૌમાં બીએસપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્રની યુપીએ સરકારને આપવામાં આવેલુ સમર્થન ચાલુ રાખવામાં આવશે કે નહીં.
રિટેલમાં એફડીઆઇના મુદ્દે માયાવતીએ જણાવ્યું કે આ ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય છે. તેઓ આ નિર્ણયની વિરુધ્ધ છે. જો એફડીઆઇથી ખેડૂતોને ફાયદો થશે તો તેઓ તેનું સમર્થન કરશે.












Click it and Unblock the Notifications
