NPR માટે દસ્તાવેજ નહિ દેખાડવા પડે, APPથી થઈ શકશે નોંધણી

NPR માટે દસ્તાવેજ નહિ દેખાડવા પડે, APPથી થઈ શકશે નોંધણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મંગળવારે કેટલાય મહત્વના ફેસલા લેવામાં આવ્યા. સરકારે જ્યાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને મંજૂરી આપી દીધી ત્યારે વસ્તીગણતરી માટે 8754.23 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી મળી છે. બેઠક બાદ પ્રેસ કોન્ફ્રેન્સને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એમ પણ સ્પષ્ટ કર્યું કે એનપીઆર માટે નાગરિકતા એપ દ્વારા રજિસ્ટ્રેશન કરી શકછે અને આના માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજ દેખાડવાની જરૂરત નથી.

prakash javdekar

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આગલા વર્ષે 1 એપ્રિલથી વસ્તીગણતરી શરૂ થઈ જશે અને સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમણે જણાવ્યું કે વસ્તીગણતરીના ડેટા એકઠા કરવા માટે આ વખતે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જણાવી દઈએ કે ભારતની આઝાદી બાદથી અત્યાર સુધી 7 વખત વસ્તીગણતરી કરવામાં આવી ચૂકી છે, હવે આઠમી વાર 2020માં વસ્તીગણતરી થશે. જાવડેકરે જણાવ્યું કે કેબિનેટે ભારતની વસ્તીગણતરી 2021 માટે 8754.23 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરના અપડેશન માટે 3941.35 કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે.

NRCનો NPR સાથે કોઈ સંબંધ નથી

વિપક્ષના રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એક જ હોવાના દાવા પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ બિલકુલ ખોટું છે. અમે ક્યારેય નથી કહ્યું કે જનસંખ્યા રજિસ્ટરનો ઉપયોગ એનઆરસી તરીકે થશે. હું આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢું છું. બંને જ યોજનાઓ અલગ છે અને તેનો આંતરિક રીતે કોઈ સંબંધ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X