For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં હવે આ વાહનોને એન્ટ્રી નહી, ગોપાલ રાયે હાઈ લેવલ મીટીંગ બોલાવી!

દિલ્હીમાં હવે પોલ્યુશન તમામ આંકડા વટાવી રહ્યુ છે. પોલ્યુશનના આંકડા રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. હવે પ્રદુષણને લઈને દિલ્હી અને કેન્દ્ર સરકાર પણ એક્શનમાં જોવા મળી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હીમાં હવે પોલ્યુશન તમામ આંકડા વટાવી રહ્યુ છે. પોલ્યુશનના આંકડા રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. હવે પ્રદુષણને લઈને દિલ્હી અને કેન્દ્ર સરકાર પણ એક્શનમાં જોવા મળી રહી છે. ભારત સરકારના વાયુ ગુણવત્તા આયોગે દિલ્હીમાં સીએનજી અને ઈલેક્ટ્રીક ટ્રકો સિવાયના તમામ ટ્રકો પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે આવશ્યક વસ્તુઓ માટે આવ-જા કરતા ટ્રકોને પરવાનગી આપવામાં આવી છે.

delhi air pollution

CAQM દ્વારા જારી કરાયેલા આદેશ પર નજર કરીએ તો, દિલ્હીમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની ડીઝલ ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે, સીએનજી અને ઇલેક્ટ્રિક ટ્રકો પ્રવેશી શકશે. આ સિવાય મધ્યમ અને મોટા વાહનો દિલ્હીમાં પ્રવેશી શકશે નહી. ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ સાથે જોડાયેલા વાહનોને જ છૂટ આપવામાં આવશે.

આ સિવાય આગળ વાત કરીએ તો, દિલ્હી અને દિલ્હી આપસાપના શહેરોમાં BS-4 ડીઝલ વાહનો પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. ચોખ્ખા ઈંધણ પર ચાલતા ન હોય તેવા ઉદ્યોગો પર પણ પ્રતિબંધ મુકાયો છે. દૂધ, ડેરી, દવાઓ અને તબીબી સામાન જેવા ઈમરજન્સી વસ્તુઓ માટે મુક્તિ આપવામાં આવી છે.

આગળ વાત કરીએ તો CAQM એ હાઈવે, રોડ, ફ્લાયઓવર, ઓવરબ્રિજ, પાવર ટ્રાન્સમિશન અને પાઈપલાઈન જેવા મોટા પ્રોજેક્ટના નિર્માણ પર પણ પ્રતિબંધ મુક્યો છે. સરકારી અને ખાનગી કચેરીઓમાં, 50 ટકા સ્ટાફ ઘરેથી કામ કરશે. આ સિવાય રાજ્ય સરકાર શાળા-કોલેજ સંપૂર્ણપણે બંધ રાખવા અને ઓડ-ઈવન સિસ્ટમ પર વાહનો ચલાવવાનો નિર્ણય લઈ શકે છે.

દિલ્હીમાં GRAP-4 લાગુ કરવાના CAQMના નિર્દેશ બાદ પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. શુક્રવારે દિલ્હી સચિવાલયમાં બપોરે 12 વાગ્યે મંત્રી ગોપાલ રાયની અધ્યક્ષતામાં એક બેઠક યોજાશે. આ બેઠકમાં પર્યાવરણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

English summary
No entry to these vehicles in Delhi, Gopal Rai called a high level meeting!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X