For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકીય કામો માટે કેજરીવાલને દાન આપ્યું નથીઃ મૂર્તિ

By Super
|
Google Oneindia Gujarati News

Narayana_Murthy
નવીદિલ્હી, 6 નવેમ્બરઃ ટાટા સમૂહ બાદ ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ પણ મંગળવારે કહ્યું કે તેમણે અરવિંદ કેજરીવાલને રાજકીય કામો માટે કોઇ દાન આપ્યું નથી. તેમણે બે મહીના પહેલા અરવિંદ કેજરીવાલ તરફથી આવેલા આર્થિક મદદના નિવેદનનો અસ્વિકાર કર્યો હતો.

મૂર્તિ વર્ષ 2008માં કેજરીવાલની પબ્લિક કોઝ રિસર્ચ ફાઉન્ડેશનને પાંચ વર્ષો માટે પ્રતિ વર્ષ 25 લાખ રૂપિયા આપવા માટે તૈયાર થઇ ગયા હતા. તેમણે ટાટા સોશિયલ વેલફેર ટ્રસ્ટને પણ સૂચનાના અધિકાર માટે જાગૃક્તા ફેલાવવા સંસ્થાને એટલી જ રકમ આપવા માટે તૈયાર કરી હતી.

મૂર્તિએ એક નિવેદનમાં કહ્યું કે જ્યારે કેજરીવાલે આર્થિક સહાયતા માંગવા માટે સપ્ટેમ્બર 2012માં મારો સંપર્ક કર્યો તો મે ના પાડી દીધી હતી. અતઃ મે કેજરીવાલને રાજકીય કામો માટે આર્થિક સહયોગ આપ્યો નથી. અણ્ણા હજારેથી વિખૂટા પડ્યા પછી કેજરીવાલે ભ્રષ્ટાચાર સામે લડવા અને બદલાવ લાવવા માટે એક રાજકીય પાર્ટી બનાવવાની ઘોષણા કરી હતી.

નિવેદનમાં મૂર્તિએ કહ્યું કે કેજરીવાલે સૂચનાના અધિકારના ક્ષેત્રમાં અધિકારીઓ, અર્ધ સરકારી સંગઠનો અને જનતાના પ્રયાસોને ઓળખ અપાવવા માટે પુરસ્કારોની સ્થાપના કરવા માટે 2008માં મારો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ મે 2008 અને 2009માં 25 લાખ, 2010માં 37 લાખ, 2011 માટે 25 લાખ આપ્યા હતા.

સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેમણે માર્યા ગયેલા આરટીઆઇ કાર્યકર્તાઓના પરિવારોનું સમ્માન કરવા કેટલાક અન્ય પુરસ્કારો અને વિજેતાઓના યાત્રા ખર્ચ માટે વર્ષ 2010માં 12 લાખના વધુ ફંડની જરૂર હતી.

તેમણે કહ્યું કે મને મે 2011માં તેમણે લખ્યું હતુ કે સંસ્થાના લિપિકાલય જન લોકપાલ બીલ બનાવવામાં વ્યસ્ત છે તેથી તે 2011માં પુરસ્કાર આપી નહીં શકે. તેમણે મને એમ પણ પૂછ્યું હતું કે આ 25 લાખ રૂપિયાનો ઉપયોગ તે જન લોકપાલ બીલ લાવવાના પ્રયાસોમાં કરી શકે છે? કેજરીવાલનું આ નિવેદન મે સ્વિકારી લીધું હતુ કારણ કે તેમને લાગતુ હતુ કે દેશને એક ઉદાર પરંતુ પ્રભાવી લોકપાલ બીલની જરૂર છે.

જો કે, ટાટાએ ગઇકાલે કહ્યું હતું કે તેમણે આ નિવેદનનો અસ્વિકાર કરી લીધો હતો અને પીસીઆરએફે વર્ષ 2011માં આપવામાં આવેલા ટાટાના 25 લાખના ફંડને પરત આપી દીધું હતું. ત્યારબાદ ટાટા સોશિયલ વેલફેયર ટ્રસ્ટ તરફથી સંસ્થાને એકપણ રૂપિયો આપવામાં આવ્યો નથી.

English summary
After Tatas, Infosys founder Narayana Murthy today said he has not given donation to Arvind Kejriwal for political activities and had declined a request from him for financial assistance two months ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X