For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ટુકડે-ટુકડે' ગેંગ વિશે RTIમાં સવાલ પૂછતા સરકારે આપ્યો આ જવાબ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં કહ્યુ છે કે તેમની પાસે ‘ટુકડે-ટુકડે' ગેંગ અંગેની કોઈ માહિતી નથી.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં કહ્યુ છે કે તેમની પાસે 'ટુકડે-ટુકડે' ગેંગ અંગેની કોઈ માહિતી નથી. વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતાના ભાષણોમાં 'ટુકડે-ટુકડે' ગેંગનો ઉલ્લેખ કરે છે. આ વિશે કાર્યકર્તા સાકેત ગોખલેએ 26 ડિસેમ્બરે એક આરટીઆઈ દાખલ કરી હતી. જે હેઠળ તેમણે એ પૂછ્યુ હતુ કે ગૃહમંત્રીએ દિલ્લીમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે 'ટુકડે-ટુકડે' ગેંગને પાઠ ભણાવવાની જરૂર છે. આ વિશે આરટીઆઈમાં ઉલ્લેખ કરવામાં આવ્યો.

‘અધિકૃત રીતે અસ્તિત્વમાં નથી'

‘અધિકૃત રીતે અસ્તિત્વમાં નથી'

આના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યુ કે, ‘તેમની પાસે ‘ટુકડે-ટુકડે' ગેંગ વિશે કોઈ પણ માહિતી નથી. સાકેત ગોખલેએ આ બાબતે ટ્વિટ કર્યુ અને કહ્યુ કે ગૃહ મંત્રાલયે મારી આરટીઆઈનો જવાબ આપ્યો છે. ગૃહ મંત્રાલય પાસે ‘ટુકડે-ટુકડે' ગેંગની કોઈ માહિતી નથી. તેઓ ખોટા છે. ‘ટુકડે-ટુકડે' ગેંગ અધિકૃત રીતે અસ્તિત્વમાં જ નથી અને આ અમિત શાહની કલ્પનાનુ એક અનુમાન માત્ર છે.'

ગૃહમંત્રીને પૂછ્યો સવાલ

ગૃહમંત્રીને પૂછ્યો સવાલ

એક અન્ય ટ્વિટમાં ગોખલેએ કહ્યુ કે, ‘તે હવે ચૂંટણી પંચને આ બાબતે જાણવાજોગ લેવા માટે કહેશે. તેમણે કહ્યુ, ગૃહમંત્રી અમિત શાહ જણાવે કે તેમણે રેલીમાં આ શબ્દનો ઉપયોગ કેમ કર્યો અથવા તો તે જનતા સામે જૂઠ બોલવા અને ગુમરાહ કરવા માટે સાર્વજનિક રીતે માફી માંગે. આરટીઆઈ દાખલ કરતી વખતે ગોખલેએ કહ્યુ હતુ કે તે સવાલ ખૂબ જ ગંભીરતા સાથે પૂછી રહ્યા છે અને જો નક્કી સમય (26 જાન્યુઆરી સુધી) જવાબ ન મળ્યો તો આ બાબતને મુખ્ય માહિતી કમિશ્નર સુધી લઈને જશે.'

ક્યારથી શરૂ થયો ‘ટુકડે-ટુકડે' ગેંગનો ઉલ્લેખ

તમને જણાવી દઈએ કે ‘ટુકડે-ટુકડે' ગેંગની ચર્ચા પહેલી વાર ફેબ્રુઆરી 2016માં થઈ હતી. એ સમયે દિલ્લીના જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં દેશ વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. નારા લગાવનાર અને તેમનુ સમર્થન કરનાર માટે ‘ટુકડે-ટુકડે' ગેંગનો ત્યારથી જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી ટુકડે-ટુકડે ગેંગ સામાન્ય બોલચાલનો શબ્દ બની ગયો છે જેનો ઘણા નેતાઓએ ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચોઃ સુરતમાં 10 માળના ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 40થી વધુ ગાડીઓ સ્થળ પર હાજરઆ પણ વાંચોઃ સુરતમાં 10 માળના ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 40થી વધુ ગાડીઓ સ્થળ પર હાજર

English summary
No information on tukde tukde gang said government responded to a query under the Right To Information Act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X