For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ કેજરીવાલના ઑડ ઈવન ફોર્મ્યુલા પર કેન્દ્રીય મંત્રી ગડકરીએ શું કહ્યું?

સીએમ કેજરીવાલના ઑડ ઈવન ફોર્મ્યુલા પર કેન્દ્રીય મંત્રી ગડકરીએ શું કહ્યું?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરીથી ઑડ ઈવન ફોર્મ્યુલા લાગૂ કરવાને લઈ પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય પરિવહન મંત્રીએ કહ્યું કે આવું કંઈ કરવાની જરૂર નથી જણાતી. શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાની દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી ઑડ ઈવનના આધારે રસ્તાઓ પર ગાડીઓ ચલાવવાનું એલાન કર્યું છે. જેની પાછળ પ્રદૂષણ પર કાબૂ મેળવવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.

nitin gadakri

કેજરીવાલના એલાન બાદ ગડકરીએ કહ્યું કે હું સમજું છું કે આવી કોઈ સ્કીમની હવે જરૂરત નથી. દિલ્હીમાં પ્રદૂષણ ઘણુ ઘટ્યું છે. દિલ્હીમાં રિંગ રોડ, ઈસ્ટર્ન-વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે બન્યા બાદ પ્રદૂષણમાં તેજીથી ઘટાડો થયો છે. સાથે જ કેન્દ્ર સરકાર આગામી બે વર્ષોમાં દિલ્હીને પ્રદૂષણ મુક્ત કરવાની સ્કીમ પર પણ કામ કરી રહી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે દિલ્હીમાં ટ્રાફિકમાં બદલાવ અને પ્રદૂષણને લઈ કેટલાય મોટા એલાન કર્યાં છે. જેમાં સૌથી મોટું એલાન નવેમ્બરમાં રાજધાની દિલ્હીમાં ફરીથી ઑડ ઈવન ફોર્મ્યુલા લાગૂ કરવાનો છે. જે અંતર્ગત એક દિવસ ઈવન એટલે કે 0,2,4,6,8ના અંત વાળા નંબરની ગાડીઓ ચાલશે. જ્યારે બીજા દિવસે 1,3,5,7,9ના અંતિમ નંબરવાળી ગાડીઓ ચાલશે. ઑડ-ઈવન ફોર્મ્યુલા 4 નવેમ્બરતી 15 નવેમ્બર સુધી લાગૂ થશે.

અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને દિવાળી દરમિયાન ફટાકડા ન ફોડવાનો પણ અનુરોધ કર્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે દિલ્હી સરકાર N-95 માસ્ક ખરીદી લોકોમાં વહેંચશે, જેથી લોકો પ્રદૂષણથી બચી શકે. આમ આદમી પાર્ટી સરકાર નાની દિવાળી માટે લેજર શો પણ કરાવશે, જેમાં ફ્રી એન્ટ્રી થશે. સરકાર ઉડતી ધૂળ માટે વિવિધ જગ્યાએ પાણીનો છંટકાવ પણ કરશે અને MCDની સાથે મળી મેકેનિઝ્ડ સ્વીપિંગ કરશે. દિલ્હીમાં સ્પૉટ પર પ્રદૂષણ વધુ છે, આના માટે અલગ પ્લાન બનાવશે જેાથી પૉલ્યુશન ઘટી શકે. કોઈ કચરો ન સળગાવે તે માટે વોર્ડમાં બે માર્શલ નિયુક્ત કર્યા છે.

<strong>કેમ બગડ્યુ લેંડર વિક્રમનું ચંદ્ર પર લેંડિંગ? ISROના વૈજ્ઞાનિકે જણાવ્યા ત્રણ મોટા કારણ</strong>કેમ બગડ્યુ લેંડર વિક્રમનું ચંદ્ર પર લેંડિંગ? ISROના વૈજ્ઞાનિકે જણાવ્યા ત્રણ મોટા કારણ

English summary
no need for odd and even scheme in delhi says nitin gadkari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X