For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑક્સિજનની કમીથી હજુ સુધી કોઈના મોત થયા નથી- 12 રાજ્યોએ આપ્યો જવાબ

બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર મોકલીને પૂછવામાં આવ્યુ હતુ કે ઑક્સિજનની કમીથી અત્યાર સુધી કેટલા લોકોના મોત થયા છે. જાણો રાજ્યોએ શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરમાં ઑક્સિજનની કમીના કારણે કોઈ પણ વ્યક્તિનુ મોત ન થયુ હોવાનો મામલાએ ફરીથી જોર પકડ્યુ છે. 26 જુલાઈના રોજ બધા રાજ્યોને પૂછવામાં આવ્યુ હતુ કે ઑક્સિજનની કમીથી અત્યાર સુધી કેટલા લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 13 રાજ્યોએ જવાબ આપ્યા છે. જેમાં 12 રાજ્યોએ આવો એક પણ કેસ નહિ બન્યો હોવાની માહિતી આપી છે.ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર જ્યારે પોતાના ચરમ પર હતી એ સમયે ઑક્સિજનની ઉણપના કારણે ઘણા લોકોએ રસ્તામાં, હોસ્પિટલમાં કે ઘરમાં જ દમ તોડી દીધો હતો.

oxygen

ઑક્સિજનની કમીના કારણે થયેલા મોત માટે સરકારની ચારે તરફથી ટીકા થઈ હતી ત્યારબાદ દરેક રાજ્યોને પૂછવામાં આવ્યુ કે તેમને ત્યાં ઑક્સિજનની ઉણપને કારણે થયેલા મોતની સંખ્યા જણાવવામાં આવે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને અત્યાર સુધી 13 રાજ્યોમાંથી જવાબ મળ્યો છે જેમાંથી 12 રાજ્યોએ આવો એક પણ કેસ તેમના થયો ન હોવાની માહિતી આપી છે. જ્યારે પંજાબે આવા ચાર શંકાસ્પદ કેસોની માહિતી આપી છે જેમના મોત બીજી લહેર દરમિયાન થયા હતા પરંતુ ઑક્સિજનની કમીથી તેમના મોત થયા હતા એ વિશે પંજાબે કોઈ પણ સ્પષ્ટ માહિતી આપી નથી.

આરોગ્ય મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ ગઈ 26 જુલાઈના રોજ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર મોકલીને પૂછવામાં આવ્યુ હતુ કે ઑક્સિજનની કમીથી અત્યાર સુધી કેટલા લોકોના મોત થયા છે. આ બાબતે 12 રાજ્યોએ એક પણ મોત ન થવાની માહિતી આપી જ્યારે પંજાબે ચાર મોતને શંકાસ્પદ ગણાવી છે. તેમણે જણાવ્યુ કે મહારાષ્ટ્ર સરકારે ધરમૂળથી જ ફગાવી દીધુ છે. ઓરિસ્સા સરકારનુ કહેવુ છે કે અહીં ઑક્સિજનની કમી થઈ નથી. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પણ કહ્યુ કે કોઈ રાજ્યએ ઑક્સિજનની કમીથી મોતની માહિતી આપી નથી. રાજ્યોએ 13 ઓગસ્ટ સુધી માહિતી આપવાની છે.

કોરોનાની બીજી લહેરમાં એપ્રિલથી લઈને મેની વચ્ચે ઑક્સિજનની કમી, હોસ્પિટલોમાં દવાઓનો અભાવ અને સમયે ઈલાજ ન મળવાના કારણે ઘણા લોકોના મોત થયા પરંતુ સરકારી કાગળોમાં આવા મોતની કોઈ માહિતી નથી. દિલ્લીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં 50થી વધુ લોકોના મોત ઑક્સિજનની કમીથી થયા જેના માટે હોસ્પિટલ મેનેજમેન્ટે લેખિતમાં માહિતી આપી પરંતુ આ કેસો સરકારી કાગળોમાં નોંધવામાં આવ્યા નહિ. આરોગ્ય સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે કોવિડથી થયેલ મોત મામલે રાજ્યોને સતત નિર્દેશ આપવામાં આવી રહ્યા છે. રાજ્યો સાથે એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે ડેથ ઑડિટને લઈને મોતના કારણો પર પણ સમીક્ષા થવી જોઈએ. રાજ્યોએ ઑક્સિજનની કમીથી અત્યાર સુધી કોઈ પણ મોતની માહિતી આપી નથી. એક રાજ્યએ શંકાસ્પદ મોત જણાવી છે પરંતુ તેમાં ઑક્સિજનની કમી સાબિત થઈ નથી. મોટાભાગના રાજ્યોએ હોમ આઈસોલેશનમાં થયેલા મોતની માહિતી અત્યાર સુધી સાર્વજનિક નથી કરી.

વળી, આ તરફ દિલ્લી સરકારે દાવો કર્યો છે કે તેમને ઑક્સિજનની કમીથી થયેલ મોત વિશે માહિતી આપવા માટેનો કોઈ પત્ર મંત્રાલય પાસેથી મળ્યો નથી. જો કે એક આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે આના માટે ઘરે ઘરે જઈને સર્વે કરવાની જરૂર છે જેમાં સમય લાગશે પરંતુ એલજીએ ડેથ ઑડિટ સમિતિને ભંગ કરી દીધી છે. આરટીઆઈમાં કેન્દ્રને આધીન હોસ્પિટલોએ ઑક્સિજનની કમીથી કોઈ પણ દર્દીનુ મોત ન થયુ હોવાની માહિતી આપી છે. દિલ્લી એઈમ્સ, આરએમએલ, સફદરગંજ હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ મેડિકલ કૉલેજે મોત જ નહિ પરંતુ ત્યાં સુધી કહ્યુ છે કે ત્યાં ઑક્સિજનની કમી ક્યારેય થઈ જ નથી. તમને જણાવી દઈએ કે એપ્રિલમાં દિલ્લી એઈમ્સે ઑક્સિજનની કમીથી નવા દર્દીઓને ભરતી કરવાનુ બંધ કરી દીધુ હતુ.

English summary
No one has died due to lack of oxygen yet - 12 states answered to centre
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X