ચીને વિસ્તારવાદ નહી પરંતુ વિકાસવાદની વિચારસણી અપનાવવી પડશે

Posted By:
Subscribe to Oneindia News

પાસીઘાટ, 22 ફેબ્રુઆરી: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે આ વખતે દેશમાં વિકાસનો સૂર્યોદય અરૂણાચલ પ્રદેશથી થશે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાતનો અરૂણાચલ પ્રદેશ સાથે ગાઢ સંબંધ છે. પોતાના ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદીએ નીડો તાનિયાની મોતનો ઉલ્લેખ કર્યો હતો.

અરૂણાચલ પ્રદેશના પાસીઘાટમાં થયેલી રેલીને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિકાસ જ પૂર્વોત્તરની સમસ્યાઓનું સમાધાન છે. અરૂણાચલ પ્રદેશના લોકોની હિંમતને બિરદાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અહીં લોકો પોતાના દમ પર ચીન વિરૂદ્ધ ભીડે છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'પૂર્વોત્તરના 8 રાજ્યોમાં આ વખતે કમળ જરૂર ખીલશે, નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશ વીરોની ભૂમિ છે. અહીના લોકો પોતાના દમ પર ચીનની દાદાગિરીનો મુકાબલો કરે છે અને શાનથી જયહિંદ બોલે છે.

અરૂણાચલ પ્રદેશમાં પડે છે સૂર્યનું પ્રથમ કિરણ

અરૂણાચલ પ્રદેશમાં પડે છે સૂર્યનું પ્રથમ કિરણ

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશમાં સૂર્યની પ્રથમ કિરણ પડે છે, એનો અર્થ એ કે પહેલાં અરૂણાચલ પ્રદેશ જાગે છે અને પછી આખો દેશ જાગે છે, પરંતુ જો સૂરજ કિરણ વિદાય થાય છે તો તે પશ્વિમમાં ગુજરાતને આર્શિવાદ આપીને અને કહીને જાય છે કે કાલે સવારે અરૂણાચલ પહોંચી જઇશ.

વીરોની ભૂમિની છે અરૂણાચલ પ્રદેશ

વીરોની ભૂમિની છે અરૂણાચલ પ્રદેશ

અરૂણાચલ પ્રદેશ લીલોતરો પ્રદેશ છે, અહીં વિકાસની અપાર સંભાવનાઓ છે. આ વીરોની ભૂમિ છે.

યુવાનોએ ભારતમાતા માટે કુરબાની આપી છે.

યુવાનોએ ભારતમાતા માટે કુરબાની આપી છે.

અરૂણાચલ પ્રદેશની ભૂમિ વીરોની ભૂમિ છે. અહીના લોકો 1962ના ચીનના યુદ્ધમાં 'જય હિંદ' બોલીને મજબૂતી સાથે ઉભા છે. આ વીરોની ભૂમિ છે. અહીના નવયુવાનોએ સમયાંતરે ભારત માતા માટે પોતાના જીવનની કુરબાની આપી છે.

નીડો તાનિયાની ઘટના યાદ કરી

નીડો તાનિયાની ઘટના યાદ કરી

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે હું અહીં આવી રહ્યો હતો તો મારું મન ભારે હતું કારણ કે અહીંનો એક લાલ નીડો તાનિયાને દિલ્હીમાં મોતનો ઘાટ ઉતારી દિધો હતો. આ બેશરમીની વાત છે કે ભારતના જ એક લાલની સાથે દેશના મુખ્ય રાજ્યમાં આટલી મોટી ઘટના થઇ.

ચીનને વિસ્તારવાદ નહી પરંતુ વિકાસવાદની વિચારસણી અપનાવવી પડશે

ચીનને વિસ્તારવાદ નહી પરંતુ વિકાસવાદની વિચારસણી અપનાવવી પડશે

યુગ બદલાઇ ગયો છે, વિચારસણી બદલાઇ ગઇ છે, એક સમય હતો જ્યારે શાસકો દ્વારા એક રાજ્ય પર આક્રમક કરી પોતાના ભૂભાગનો વિસ્તાર કરવામાં આવતો હતો. હવે ચીને પણ પોતાની વિસ્તારવાદી માનસિકતાને છોડવી પડશે. દુનિયામાં વિકાસવાદની માનસિકતા વધી છે. હવે ટેક્નોલોજી અને વિકાસની પ્રતિસ્પર્ધા છે. એટલા માટે ચીનને વિસ્તારવાદ નહી પરંતુ વિકાસવાદની વિચારસણી અપનાવવી પડશે.

ભાજપનો હેતું દેશનો વિકાસ કરવાનો છે

ભાજપનો હેતું દેશનો વિકાસ કરવાનો છે

દેશનો વિકાસ ના તો પરિવારવાદથી થશે ના તો જાતિવાદથી. એટલા માટે અમારી ભાજપનો હેતું દેશનો વિકાસ કરવાનો છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇએ દેશના આઠ પૂર્વોત્તર રાજ્યોના વિકાસ માટે એક સમિતિનું નિર્માણ કર્યું હતું અને બજેટની પણ જોગવાઇ કરી હતી. હું તમને વાયદો કરું છું કે જો ભાજપની સરકાર આવશે તો અમે તે વાયદા પુરા કરીશું જે અટલ બિહારી વાજપાઇએ કર્યા હતા.

વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ

વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ

આપણા દેશમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે, જેમાં કહેવામાં આવે છે કે જો ઘરના ઇશાન ખૂણો સારો હોય તો ઘરમાં ખુશહાલી રહે છે. પૂર્વોત્તર ભારતનો ઇશાન ખૂણો છે.અમે તેને સારો બનાવીશું તો દેશ પણ આગળ વધશે. તેની સુરક્ષા દેશની સુરક્ષાનો ભાગ છે. ઘણીવાર વિદેશી તાકતો આપણા યુવાનોને ડ્રગ્સના ધંધામાં ખેંચી લઇ જઇ તેને બરબાદ કરી છે. એટલા માટે જરૂરી છે કે અહીં શિક્ષા અને રોજગારના અવસર ઉભા કરવામાં આવે. અમે આ પ્રદેશને વિકાસના માર્ગે લઇ જવા માટે આવ્યા છીએ.

2014ની ચૂંટણીમાં પરિવર્તનનો સંકલ્પ લઇ લો

2014ની ચૂંટણીમાં પરિવર્તનનો સંકલ્પ લઇ લો

અહીંના મુખ્યમંત્રી ભારત સરકારના વિરૂદ્ધ બોલે છે જો કે તેમની જ પાર્ટીના જ છે. દિલ્હીમાં એવી સરકાર જોઇએ જે અરૂણાચલ પ્રદેશના લોકોનો અવાજ સાંભળે. હું તમને અપીલ કરું છું કે 2014ની ચૂંટણીમાં પરિવર્તનનો સંકલ્પ લઇ લો.

અરૂણાચલ પ્રદેશમાં નરેન્દ્ર મોદી પહેલાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી રહ્યાં છે. આજે નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર નરેન્દ્ર મોદી સૌથી પહેલાં અરૂણાચલ પ્રદેશમાં પૂર્વી સિયાંગના જિલ્લા મુખ્યાલય પાસીઘાટ પહોંચ્યા હતા.

તસવીરોના માધ્યમથી વાંચો રેલીના મુખ્ય અંશો:

English summary
Raising the poll pitch in the Northeast ahead of crucial Lok Sabha elections, Bharatiya Janata Party's prime ministerial candidate on Saturday raked up the issue of Nido Taniam's death.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.