જસ્ટિસ ગાંગુલીના સમર્થન વાળી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 6 જાન્યુઆરી: એક પૂર્વ લૉ ઇન્ટર્ન પર શારીરિક હુમલાના આરોપોથી ઘેરાયેલા જસ્ટિસ એે.કે ગાંગુલી પર દાખલ કરવામાં આવેલી પીઆઇએલને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એક અરજી જસ્ટીસ એ.કે. ગાંગુલીના સમર્થનમાં આપવામાં આવી હતી. આ અરજીમાં જસ્ટીસ ગાંગુલી પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા હતા. આ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરીને તેને રદ કરી દીધી. જ્યારે બીજી અરજી જસ્ટીસ ગાંગુલીના વિરોધમાં લગાવવામાં આવી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે ગાંગુલી પર એફઆઇઆર દાખલ કરવામાં આવે. આ અરજીને પણ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એ.કે. ગાંગુલીએ આજે જણાવ્યું કે તેમણે પશ્ચિમ બંગાળ માનવાધિકાર પંચના અધ્યક્ષ પદથી રાજીનામુ આપવા અંગે હજી સુધી નિર્ણય કર્યો નથી.

ak ganguly
જોકે તેમણે પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીની સાથે ટેલિફોન પર થયેલી પોતાની વાતચીત અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો. સોરાબજીએ ગઇકાલે જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિ ગાંગુલીએ તેમને ટેલિફોન કર્યો અને જણાવ્યું કે પશ્ચિમ બંગાળ માનવાધિકાર પંચના અધ્યક્ષ પદથી રાજીનામુ આપવાનો વિચાર કરી રહ્યા છે.

ન્યાયમૂર્તિ ગાંગુલીએ જણાવ્યું, મે આ અંગે સમાચારપત્રોમાં વાચ્યું છે. હું તેની પર કોઇ ટિપ્પણી કરવા નથી માંગતો. એવું પૂછાતા કે શું તેઓ રાજીનામુ આપવા પર વિચાર કરી રહ્યા છે, તો ગાંગુલીએ જણાવ્યું કે મેં હજી સુધી કંઇ પણ નક્કી કર્યું નથી.

English summary
No relief for Justice Ganguly, Supreme Court dismisses PIL supporting him.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.