For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભલે દસવાર તૂટે ગઠબંધન પરંતુ મોદીના નામ પર કોઇ પીછેહટ નહીં'

|
Google Oneindia Gujarati News

mukhtar abbas naqvi
નવી દિલ્હી, 16 જૂન : ગયા રવિવારે ભાજપની કાર્યકારિણીની બેઠકના છેલ્લા દિવસે રાજનાથે નરેન્દ્ર મોદીને ભાજપના પ્રચાર સમિતિના અધ્યક્ષ જાહેર કર્યા હતા. ત્યારબાદથી લઇને આજના રવિવારના ત્રણ વાગ્યા સુધી એક જ મુદ્દો ચર્ચામાં રહ્યો કે શું મોદીના નામ પર જેડીયૂ ભાજપની સાથેનો પોતાનો નાતો તોડી નાખશે? એ સવાલના જવાબ સાથે આજે ચર્ચાનો અંત આવી ગયો. આકરે જેડીયૂએ ભાજપની સાથે પોતાનો છેડો ફાડી લેવાની ઔપચારિક જાહેરાત કરી દીધી.

નીતિશ કુમારે તાત્કાલિક પોતાના નિવાસસ્થાને બોલાવેલી કેબિનેટ મંત્રીઓની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો કે તેઓ હવે 19 જૂનના રોજ વિધાનસભામાં વિશેષ સત્ર લાવીને વિશ્વાસમત લાવશે. આવું કરીને નીતિશ કુમારે પોતે બીજેપીને ભીંસમાં લઇ લીધી છે. હવે સ્થિતિ એવી સર્જાઇ છે કે ગૃહમાં બીજેપી મંત્રીઓએ જાતે પોતાનું રાજીનામું આપવું પડશે.

નીતિશ કુમારે ગઠબંધન તોડવાની જાહેરાત કરતાની સાથે બીજેપી નેતા મુક્તાર અબ્બાસ નકવીએ પત્રકારોને જણાવ્યું 'ભારતીય જનતા પાર્ટીએ તેની કાર્યકારિણીની બેઠકમાં નરેન્દ્ર મોદી અંગે જે નિર્ણય કર્યો છે તેમાં કોઇ ફેરબદલ કરશે નહીં ભલે દસવાર ગઠબંધન તોડવું પડે.'

નકવીએ નીતિશ કુમારના નિર્ણય પર જણાવ્યું કે ''દુશ્મન ના કરે દોસ્તને વો કામ કિયા હૈ... એટલે કે તેમણે નીતિશ કુમારનું નામ લીધા વગર જણાવ્યું કે તેમણે દોસ્ત બનીને દુશ્મનો જેવું કામ કર્યું છે.'

તેમજ અડવાણી અંગે તેમણે જણાવ્યું કે તેઓ પણ આ ગઠબંધન તૂટવા પર દુ:ખી છે અને તેઓ હાલમાં જેલભરો આંદોલનમાં હાજરી નહીં આપે પરંતુ તેઓ બીજેપીના આવનારા અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે.

English summary
we will never back on name of Narendra Modi said Mukhtar Abbas Naqvi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X