કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેવો છે? તો આધાર કાર્ડ ફરજિયાત

Written By:
Subscribe to Oneindia News

સરકાર દ્વારા દેશભરમાં લગભગ તમામ યોજના ઓ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. હવે કેન્દ્રિય સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા પણ આ અંગે એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્રિય યોજનાઓ જેમાં દિશા પ્રોગ્રામ, પ્રેરણા એવોર્ડ, પ્રેરણા શિષ્યવૃત્તિ, પ્રેરણા ફેલોશીપ, પ્રેરણા ઇન્ટર્નશીપ અને પ્રેરણા ફેકલ્ટી માટે આધાર કાર્ડ જરૂરી છે.

adhar card

આ તમામ યોજનાઓ માટેના ફોર્મ 30 સપ્ટેમ્બર સુધી ભરવામાં આવશે. જો કોઈની પાસે આધાર કાર્ડ એનરોલમેન્ટ નંબર નહીં હોય તો તે યોજનાનો લાભ નહિં લઇ શકે. પ્રેરણા(ઇનોવેશન ઇન સાયન્સ પર્સુએડ ફેર ઇન્સપાયર્ડ રિસર્ચ) શિષ્યવૃત્તિ અને દિશા(મહિલા વિજ્ઞાનીઓ માટે)માટે છે. જુલાઈ 2016 માં 1.3 મિલિયન વિદ્યાર્થી ઓએ પ્રેરણા યોજનાનો લાભ લીધો હતો.

ઉચ્ચ શિક્ષણ કચેરી દ્વારા શિષ્યવૃત્તિ મેળવનાર દરેક વિદ્યાર્થીઓને બને એટલી વહેલી તકે પોતાના બેંક ખાતાઓમાં આધાર કાર્ડ નંબર ઉમેરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓના હેડ પાસે આધાર કાર્ડ જોડાણની વિગતો માંગવામાં આવી છે. શાળાએ જતા જે વિદ્યાર્થીઓએ પોતાનો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક નહીં કર્યો હોય, તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિના પૈસા નહીં મળે.

English summary
No scholarship to science students without aadhaar card.
Please Wait while comments are loading...