For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોઈ પણ શાહ, સમ્રાટ કે સુલ્તાન અમારા પર કંઈ થોપી નહિ શકેઃ કમલ હાસન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાષ્ટ્ર ભાષા પર આપવામાં આવેલા નિવેદન બાદ રાજકીય ઘમાસાણ થમવાનુ નામ નથી લઈ રહ્યુ.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાષ્ટ્ર ભાષા પર આપવામાં આવેલા નિવેદન બાદ રાજકીય ઘમાસાણ થમવાનુ નામ નથી લઈ રહ્યુ. સ્ટાલિન, ઓવૈસી અને થરુર બાદ હવે બાબતે તીખી પ્રતિક્રિયા અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસને આપી છે. તેમણે આ વિશે એક ટ્વીટ કર્યુ છે જેમાં તેમણે મોદી સરકાર પર જોરદાર હુમલો કર્યો છે.

શાહ, સુલ્તાન કે સમ્રાટ વચન ન તોડી શકે

શાહ, સુલ્તાન કે સમ્રાટ વચન ન તોડી શકે

કમલ હાસને એક વીડિયો ટ્વીટ કરીને કહ્યુ છે કે દેશમાં એક ભાષાને થોપી ન શકાય. જો આમ થયુ તો આના વિરોધમાં દેશમાં જલીકટ્ટુથી પણ મોટુ આંદોલન થશે. કોઈ પણ શાહ, સુલ્તાન કે સમ્રાટ અચાનક વચન ન તોડી શકે અને ના કંઈ થોપી શકે છે. કમલ હાસને કહ્યુ કે વર્ષ 1950માં જ્યારે ભારત ગણતંત્ર બન્યુ ત્યારે એ વચન આપવામાં આવ્યુ હતુ કે દરેક ક્ષેત્રની ભાષા અને કલ્ચરનુ સમ્માન કરવામાં આવશે અને તેમને સુરક્ષિત રાખવામાં આવશે.

ભારતીયો પર જબરદસ્તી કંઈ થોપી શકાય નહિ

તો આજે એ વચનને કોઈ કેવી રીતે તોડી શકે છે, જો એ વચનને તોડવાની કોશિશ કરવામાં આવી તો તેના વિરોધમાં આંદોલન કરવામાં આવશે, આપણા દેશમાં ઘણા રાજાઓએ પોતાનુ રાજ દેશની એકતા માટે ન્યોછાવર કરી દીધુ પરંતુ લોકો પોતાની સંસ્કૃતિ અને ઓળખને ગુમાવવા નથી ઈચ્છતા. અભિનેતાએ કહ્યુ કે ભારત એવો દેશ છે જ્યાં લોકો એક સાથે બેસીને ખાય છે, કોઈના પર કંઈ થોપી ન શકાય. તેમણે વીડિયોમાં કહ્યુ કે તમિલને લાંબા સમય સુધી જીવવા દો, દેશને સમૃદ્ધ બનવા દો.

આ પણ વાંચોઃ જાણો આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં શું શું થયુઆ પણ વાંચોઃ જાણો આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં શું શું થયુ

શું કહ્યુ હતુ અમિત શાહે

શું કહ્યુ હતુ અમિત શાહે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશને એક ભાષામાં બાંધવાની વાત કહી હતી. અમિત શાહે કહ્યુ કે હિંદી ભાષામાં દેશને એક સૂત્રમાં બાંધવાની કાબેલિયત છે. દેશમાં એક ભાષાની જરૂરિયાત છે કે જે દુનિયામાં ભારતનુ પ્રતિનિધિત્વ કરે. હિંદી દિવસના પ્રસંગે અમિત શાહે કહ્યુ હતુ કે હિંદી મોટાપાયે બોલાતી ભાષા છે અને આ દેશને એક સૂત્રમાં બાંધી શકે છે, એટલુ જ નહિ અમિત શાહે અપીલ કરી છે કે હિંદીને પ્રાથમિક ભાષા બનાવવામાં આવી શકે છે. તેમણે કહ્યુ કે એ જરૂરી છે કે કોઈ ભાષા દેશનું પ્રતિનિધિત્વ કરે.

હિંદી ભાષા દેશને એક સૂત્રમાં બાંધી શકે છે

હિંદી ભાષા દેશને એક સૂત્રમાં બાંધી શકે છે

અમિત શાહે કહ્યુ કે ભારત અનેક ભાષાઓનો દેશ છે, દરેક ભાષાનુ પોતાનુ મહત્વ છે પરંતુ એ બહુ જરૂરી છે કે એક ભાષા હોવી જોઈએ જે દુનિયામાં દેશનું પ્રતિનિધિત્વ કરે. આજે જો કોઈ ભાષા છે જે દેશને એકજુટ કરી શકે છે તો તે સૌથી વધુ બોલાતી હિંદી ભાષા છે. અમિત શાહે ટ્વીટ કરીને હિંદી ભાષાને દેશની ભાષા બનાવવાની વકીલાત કરી હતી.

English summary
Tamil superstar Kamal Haasan has warned of a language stir in strong words.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X