For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં કોલસાની સપ્લાઈની કોઈ મુશ્કેલી નથી, કેન્દ્રએ કહ્યુ - પૂરતી વિજળી ઉપલબ્ધ છે

બુધવારે ઉર્જા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે દિલ્લી ડિસ્કૉમમાં કોઈ પણ પ્રકારની વિજળીની કમી નથી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના ધણા રાજ્યોમાં કોલસાની કમીના કારણે વિજળીનો પુરવઠો અટકી રહ્યો છે જેના કારણે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે બુધવારે ઉર્જા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે દિલ્લી ડિસ્કૉમમાં કોઈ પણ પ્રકારની વિજળીની કમી નથી કારણકે તેમને જરૂર મુજબ વિજળીની આપૂર્તિ કરવામાં આવી રહી છે. આ બાબતે એક પ્રેસ રિલીઝ કરીને માહિતી આપવામાં આવી છે.

electricity

અધિકૃત રિલીઝમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્લીમાં મહત્તમ વિજળીની માંગ 4707 મેગાવૉટની હતી જ્યારે વિજળીની ખપતથી સૌથી વધુ 12 ઓક્ટોબરે 101.5 એમયુ હતી. દિલ્લી ડિસ્ટ્રીબ્યુશન કંપની એટલે કે ડિસ્કૉમ તરફથી અમને જે માહિતી ણળી છે તે મુજબ વિજળીની કોઈ કમી નથી કારણકે જરુરત મુજબ વિજળીની આપૂર્તિ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા 9 ઓક્ટોબરે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે દાવો કર્યો હતો કે કોલસાની કમી છે જેની અસર વિજળી ઉત્પાદનના પ્લાન્ટમાં ઉર્જા ઉત્પાદન પર પડી રહી છ જ્યાંથી એનસીટીને વિજળીની આપૂર્તિ કરવામાં આવે છે. અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રીને અપીલ કરી હતી કે તે આ બાબતે ખુદ હસ્તક્ષેપ કરે. ત્યારબાદ કોલસા મંત્રાલય તરફથી એ આશ્વાસન આપવામાં આવ્યુ હતુ કે દેશમાં પૂરતી માત્રામાં કોલસો ઉપલબ્ધ છે જેનાથી પાવર પ્લાન્ટમાં કોલસાની જરૂરિયાતને પૂરી કરી શકાય.

English summary
No shortage of power in Delhi says centre amid coal crisis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X