For Quick Alerts
For Daily Alerts

ટોઇલેટ નહીં તો દુલ્હન પણ નહીં : જયરામ રમેશ
કોટા, 21 ઑક્ટોબર : ભારતમાં ટોઇલેટ કરતા મંદિરોની સંખ્યા વધારે હોવાનું કહીં વિવાદ ઉભો કરનારા કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે આજે કોટામાં એક સભામાં બહેનોને સંબોધીને જણાવ્યું હતું કે જે ઘરોમાં ટોઇલેટ ના હોય તે ઘરમાં લગ્ન કરશો નહીં.
ગ્રામીણ વિકાસ, જળ અને સ્વચ્છતા મંત્રી જયરામ રમેશે રાજસ્થાનના કોટામાં આવેલા ખજૂરી ગામમાં બહેનોને 'નો ટાઇલેટ, નો બ્રાઇડ'નું સૂત્ર આપતા જણાવ્યું કે "તમે લગ્ન કરતાં પહેલાં જેમ કુંડળીમાં રાહુ કેતુ કેવા છે તે જોવો છો, એવી જ રીતે સાસરીના ઘરમાં ટોઇલેટ છે કે નહીં તે જોઇને લગ્ન કરજો. જો ઘરમાં ટોઇલેટ ના હોય તો તે ઘરમાં લગ્ન કરશો નહીં."
અહીં રમેશ નિર્મળ ભારત યાત્રા હેઠળ આવ્યા હતા. તેમણે મધ્યપ્રદેશની અનિતા નારેનું ઉદાહરણ આપતા જણાવ્યું કે તેણીએ મધ્યપ્રદેશમાં તેમની સાસરીમાં ઘરમાં ટોઇલેટ નહીં હોવાને કારણે લગ્ન બાદ બે દિવસમાં જ ઘર છોડ્યું હતું. આ પ્રસંગે તેમણે રાજસ્થાન સરકાર પર આરોપ મુક્યો હતો કે નાગરિકોને સ્વચ્છતા પૂરી પાડવામાં સરકાર ઉણી ઉતરી છે.
Comments
English summary
No toilet, No bride, says Ramesh
Story first published: Sunday, October 21, 2012, 16:36 [IST]