For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન બાદ સરકારે શું કરવુ જોઈએ, નોબેલ વિજેતા અભિજીત બેનર્જીએ આપ્યા સૂચન

નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીએ લૉકડાઉન બાદ મજૂરોના પલાયન પર પ્રતિક્રિયા આપી.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સંક્રમણના ફેલાતો રોકવા માટે આખા દેશમાં 21 દિવસનુ લૉકડાઉન છે. લૉકડાઉનના કારણે મોટી સંખ્યામાં મજૂરો દિલ્લી, મહારાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજ્યોથી પલાયન કરી રહ્યા છે કે જે સરકાર માટે ચિંતાનુ કારણ બન્યુ છે. નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીએ લૉકડાઉન બાદ મજૂરોના પલાયન પર પ્રતિક્રિયા આપી. સાથે જ લૉકડાઉન બાદની સ્થિતિ સામે લડવા માટે તેમણે અમુક સૂચન પણ કર્યા.

abhijit Banerjee

અભિજીત બેનર્જીએ કહ્યુ કે પ્રવાસી પોતાના ગામ પાછા જવા માટે શહેરોને છોડી રહ્યા છે કારણકે તે ભયભીત છે અને જ્યારે દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે લૉકડાઉન છે ત્યારે એ નથી જાણતા કે આવા સમયમાં શું ગેરેન્ટી છે. તેમણે કહ્યુ કે તેઓ એ હતાશાથી હેરાન છે જે ભારતમાં પ્રવાસીઓએ પોતાના ઘરે પાછા જવા માટે બતાવી છે, તેમની પાસે જીવિત રહેવા માટે કંઈક સંશાધનો હોઈ શકે છે. તેમણે કહ્યુ, આર્થિક દબાણ સ્પષ્ટ રીતે છે. ગામમાં તેમની પાસે જમીન અને અન્ય સંશાધનો હોઈ શકે છે. આમાંથી ઘણા બધા લોકો છે જે પૈસા ઘરે મોકલે છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર તેમને રહેવા માટે જગ્યા આપવામાં આવે છે અને હવે જ્યારે તે બંધ થઈ ગયા છે. તો મને ખબર નથી કે તે ક્યાં રહેશે. તેમણે આગળ કહ્યુ કે જમીની સ્તરે નિયમ સ્પષ્ટ નથી જેનાથી પ્રવાસીઓમાં ડરનો માહોલ છે.

નોબેલ વિજેતાએ કહ્યુ, મને લાગે છે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે રાજ્ય, કેન્દ્ર સંકેત આપે કે જો કામકાજ બંધ હોય તો તેમની દેખરેખ રાખવી અમારુ(સરકાર)નુ કામ છે. સરકારો તરફથી પ્રવસીઓને સંદેશ આનાથી સ્પષ્ટ આપી શકાતો હતો. તેમણે કહ્યુ કે આવી સ્થિતિમાં પોલિસની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ થઈ જાય છે. પોલિસ ભળતા સંદેશ મોકલી રહી છે, કરિયાણાની દુકાનો ખોલવા પર મારપીટ કરી રહી છે. આ આતંક ફેલાવવાનો સમય નથી. કોરોના વાયરસના સંક્રમણ અને સામાજિક અંતર જાળવવા પર અભિજીત બેનર્જીઓ કહ્યુ કે એવુ નથી કે લોકોને ખબર નથી કે શું ચાલી રહ્યુ છે. એ જાણે છે કે વાયરસથી લોકો સંક્રમિત થઈ જાય છે પરંતુ વિકલ્પ શું છે. એ નથી જાણતા કે આની શું ગેરેન્ટી છે અને અત્યારે તેમના માટે વિચારવુ મહત્પૂર્ણ છે.

English summary
Nobel laureate Abhijit Banerjee says rules on ground not clear which triggered panic among migrants
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X